Get The App

તમે ભારત કે ચીન સાથે તે શબ્દોમાં વાત કરી જ ન શકો : સંસ્થાનવાદનો યુગ પૂરો થયો છે

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
તમે ભારત કે ચીન સાથે તે શબ્દોમાં વાત કરી જ ન શકો : સંસ્થાનવાદનો યુગ પૂરો થયો છે 1 - image

- પ્રમુખ પુતિનના પોટસ પર પ્રહારો

- ટ્રમ્પ ભારતને રશિયન ઓઇલ ન ખરીદવા હુક્મ કરી જ ન શકે : બૈજિંગની મિલિટરી પરેડ પછી પુતિને કહ્યું

મોસ્કો : પ્રમુખ પુતિને પ્રેસિડેન્ટ ઓફ યુ.એસ. (પોટ્સ) ઉપર પ્રહારો કરતાં કહ્યું હતું કે તમે ભારત કે ચીનને સાથે તે શબ્દોમાં વાત કરી જ ન શકો. વાસ્તવમાં સંસ્થાનવાદનો યુગ તો ક્યારનોએ પૂરો થઇ ગયો છે. પુતિને વધુમાં કહ્યું કે ટ્રમ્પ ભારતને રશિયન ઓઇલ ન ખરીદવાં હુક્મ કરી જ ન શકે.

બૈજિંગમાં યોજાયેલી ભવ્ય મિલિટરી પરેડ પછી પત્રકારોને આપેલાં વક્તવ્યમાં રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત અને ચીન ઉપર તેમાંયે ભારત ઉપર તો ૫૦ ટકા જેટલો ટેરિફ લગાડયો હોવાથી પુતિને પોટ્સની બરોબરની ખબર લઇ નાખી.

તેઓએ કહ્યું : તમો જાણો છો કે ભારત ૧.૫ અબજની વસ્તી ધરાવતો દેશ છે. ચીન એક બળવાન આર્થિક અને લશ્કરી તાકાત છે. તેઓને તેઓનું આંતરિક રાજકારણ પણ છે. આંતરિક રાજકીય યંત્ર રચના છે પોતાના કાનૂનો પણ છે.

આ સર્વેનો તમારે વિચાર કરવો જોઇએ. તમારે વિચારવું પડે જ્યારે કોઈ તેમ કરે કે, અમે તેઓને સજા કરીશું ત્યારે તે બોલનારે વિચારવું રહ્યું. તેઓએ ઇતિહાસના અનેક પલટાવો અનુભવ્યા છે. ભારે મુશ્કેલીઓમાંથી પસાર થાય છે ત્યારે તમારે વિચારવું જોઇએ કે આવા મોટા દેશોના નેતાઓ કઇ રીતે પ્રત્યાઘાત આપશે. તેમના નેતાઓ જરા પણ નિર્બળતા દર્શાવે તો તેઓ ફેંકાઈ જાય, તેઓની રાજકીય કારકીર્દી પણ ખતમ થઇ જાય. તે દેશોએ લાંબા સમય સુધી દુ:ખ વેઠયાં છે. પરંતુ હવે સંસ્થાનવાદનો યુગ પૂરો થયો છે.

આ સાથે પુતિને આશા વ્યક્ત કરી હતી કે થોડા સમયમાં તેમાંથી રસ્તો તો કાઢવો જ રહ્યો, આશા રાખું છું કે રસ્તો નીકળશે.