લાખોની વસતી ધરાવતું એકમાત્ર શહેર જ્યાં 10 મિનિટ પણ ઘરની બહાર રહી ન શકાય, માઇનસ 60 રહે છે તાપમાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Yakutsk, Siberia : હાલમાં તો ભારતમાં આગ ઝરતી અને ચામડી બાળતી ગરમી પડી રહી છે. તાપમાન 50 ડિગ્રી પહોંચવા આવ્યું છે પણ બીજી તરફ દુનિયામાં એવા પ્રદેશો છે જ્યાં તાપમાન માઈનસમાં 50 થી 60 ડિગ્રીને પાર થઈ જાય છે. તેના કારણે જ તેમને દુનિયાના સૌથી ઠંડા પ્રદેશો કહેવાય છે. સાઇબિરીયાનું યાકુત્સ્ક પણ આવું જ દુનિયાનું સૌથી ઠંડું શહેર છે. શિયાળામાં અહીંનું તાપમાન -60 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે અને ક્યારેક -64 ડિગ્રી જતું રહે છે. 5 ફેબ્રુઆરી 1891ના રોજ અહીંયાનું તાપમાન -64.4 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આ શહેર કુદરતી રીતે જ ફ્રીઝર જેવું થઈ જાય છે. અહીંયા મોટાભાગે લોકો માંસ અને મચ્છી ઉપર જ જીવન પસાર કરે છે. આ બે ખાદ્ય પદાર્થો એવા છે જે ઠંડીમાં પણ બગડતા નથી અને તેમને ઊર્જા આપે છે. અહીંયા ઠંડીનું પ્રમાણ વધારે હોય છે તેથી ધાન કે અન્ય ખાદ્ય પાક ઉગાડી શકાય તેવું નથી. તેઓ ઘોડાને મારીને પણ તેનું કાચુ માંસ ખાવાના શોખીન છે.
શિયાળામાં યાકુત્સ્કમાં -60 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટે છે તાપમાન
તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા એક વીડિયોમાં કેટલાક લોકોએ યાકુત્સ્કની અનોખી જીવનશૌલીને દુનિયા સમક્ષ રજૂ કરી હતી. નવાઈની વાત એ છે કે, યાકુત્સ્કની વસ્તી લગભગ 3,55,443 (2021 ની વસ્તી ગણતરી) છે, જે તેને વિશ્વનું સૌથી ઠંડુ મોટું શહેર બનાવે છે. આ શહેરની બીજી ખાસીયત એ છે કે, જાન્યુઆરીમાં સરેરાશ તાપમાન -42°C ડિગ્રી હોય છે અને દિવસમાં માત્ર ચાર કલાક સૂર્યપ્રકાશ મળે છે. શહેર સંપૂર્ણપણે પર્માફ્રોસ્ટ પર બનેલું છે, મોટાભાગની ઇમારતો કોંક્રિટના થાંભલાઓ પર ઉભી છે જેથી ગરમીથી પર્માફ્રોસ્ટ પીગળી ન જાય. રહેવાસીઓ પાસે ઠંડીનો સામનો કરવાની અનોખી રીતો છે. લોકો સસલા, શિયાળ અથવા રેન્ડીયરની ચામડીમાંથી બનેલા કોટ અને બૂટ પહેરે છે.
એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, જેમ કોબિજના વિવિધ લેયર્સ હોય છે તેમ શરીર ઉપર ગરમ વસ્ત્રો પહેરો તો જ અહીંયા જીવી શકશો. અહીંયા ઠંડી એટલી હોય છે કે, બચવાનો કોઈ વિકલ્પ જ નથી. બીજી વાત એવી છે કે, શિયાળામાં તો લોકો બહાર થોડો જ સમય વિતાવે શકે છે કારણ કે 10 મિનિટથી વધુ સમય સુધી ઠંડીમાં રહેવાથી થીજી જવાનું જોખમ રહે છે. યાકુત્સ્કના ખુલ્લા બજારો આ શહેરની સૌથી અનોખી વિશેષતા છે.









