World

૪ ઇંચની લંબાઇ ધરાવતો વિશ્વનો સૌથી નાનો સાપ, ૨૦ વર્ષ પછી બાર્બાડોસમાં દેખાયો

By GS TEAM
12 Aug 20252 mins read
૪ ઇંચની લંબાઇ ધરાવતો વિશ્વનો સૌથી નાનો સાપ, ૨૦ વર્ષ પછી બાર્બાડોસમાં દેખાયો

બાર્બાડોસ,૧૨ ઓગસ્ટ,૨૦૨૫,મંગળવાર 

તાજેતરમાં વિશ્વનો સૌથી નાનો સાપ થ્રેડસ્નેક બાર્બાડોસમાંથી  મળી આવ્યો છે. આ સાંપની પ્રજાતિને વિલૂપ્ત થઇ ગયેલી માનવામાં આવતી પરંતુ ૨૦ વર્ષ પછી ફરી દેખા દીધી છે. આ સાપ એટલો નાનો છે કે તેને કોઇ કિડો કે નાના કેકડા જેવો સમજવામાં આવતો હતો. બાર્બાડોસના થ્રેડસ્નેકનું વૈજ્ઞાનિક નામ ટેટ્રાકાઇલોસ્ટોમા કાર્લી છે. ગત માર્ચ મહિનામાં બાર્બાડોસના પર્યાવરણ મંત્રાલય અને સંરક્ષણ સંસ્થા રીવાઇલ્ડ ઇકો સિસ્ટમ સર્વે દરમિયાન દેશના મધ્યભાગમાં એક પથ્થર નીચે છુપાએલો મળ્યો હતો.બાર્બાડોસના ટાપુ પર માત્ર ૨ ટકા જેટલો જ પ્રાથમિક વન વિસ્તાર રહયો છે. બાકીનો હિસ્સો છેલ્લા ૪૦૦ વર્ષોમાં કૃષિ માટે સાફ કરવામાં આવ્યો છે.

યૌન પ્રજનનથી જન્મ લે છે અને માદા માત્ર એક જ ઇંડુ આપે છે

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બાર્બાડોસ થ્રેડસ્નેક એક આંધળો સાપ છે આથી અત્યંત રહસ્યમયી અને ઘણો જ દુર્લભ છે. ઇસ ૧૮૮૯માં સાપ હોવાની પુષ્ટી થયા પછી ગણી ગાંઠી વાર જ દેખાયો છે.  ખૂબ ઓછા લોકો મળશે જે વિશ્વનો સૌથી નાનો સાપ જોયો હોવાનું જણાવી શકે છે. વૈજ્ઞાાનિકોનું માનવું છે કે જૈવ વિવિધતા ખતમ થઇ રહી છે તેવા સંજોગોમાં આ સાપને બચાવી શકાય છે.

વિશ્વના સૌથી નાનકડા સાપ પૂર્ણ વિકસિત થાય ત્યારે તેની લંબાઇ ૮ થી ૧૦ સેમી એટલે કે ૩ થી ૪ ઇંચ હોય છે.આ સાપની ઓળખ પીઠ પર નારંગી રેખાઓ, ઝીણી આંખો અને નાક પર એક નાનકડી સ્કેલ હોય છે.બાર્બાડોસ થ્રેડ સ્નેક હજુ પણ સંકટમાં છે કારણ કે યૌન પ્રજનનથી જન્મ લે છે અને માદા માત્ર એક જ ઇંડુ આપે છે. તેની સરખામણીમાં બ્રાહ્મમની બ્લાઇંડ જેવા સ્નેકની માદા સંભોગ વિના પણ ઇંડા આપે છે જેનાથી ખૂબ ઝડપથી ફેલાય  છે. 


ચકાસણી અને ખરાઇ કર્યા પછી ફરી જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો

રીવાઇલ્ડના સંશોધક જસ્ટિન સ્પ્રિંગર અને બ્લેડસ સાથે મળીને સાપની શોધ કરી હતી. જયારે તમે આ સાપને સતત શોધવા પ્રયાસ કરો છે ત્યારે કયાંરેય મળતો નથી જયારે પણ મળી જાય ત્યારે અચાનક મળી જાય છે. સંશોધકોએ એક કરતા વધુ સમય સુધી વૃક્ષોના મૂળિયામાં બેસાડેલા પથ્થરોને ઉથલાવીને તપાસ કરી હતી. છેવટેએ સાપ મળી ગયો જેની તલાશ હતી.

આ નાનકડા સાપ મળ્યા પછી સંશોધકોના આનંદનો પાર રહયો ન હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ સાપને વેસ્ટઇન્ડિઝ યુનિવર્સિટી લાવીને માઇક્રોસ્કોપ દ્વારા સાવચેતી રાખીને ચકાસણી કરવામાં આવી હતી.ચકાસણીનું કારણ એ હતું કે તેનો આકાર અને રંગ બ્રાહ્મમની બ્લાઇંડ સ્નેક નામની એક આક્રમક પ્રજાતિને મળતો આવતો હતો. જો કે સાપની યોગ્ય ચકાસણી  અને ખરાઇ કર્યા પછી ફરી જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.