આશ્ચર્ય! ચોરોની ગેંગ લીડર બની ગઈ મોડલ, ઈન્સ્ટાગ્રામ પર હવે લાખોનું ફેન ફોલોઈંગ
- સ્ટેફનીની ગેંગે આશરે 40 લાખ રૂપિયાની રોકડ અને અન્ય લક્ઝરી આઈટમોની ચોરી કરી હતી
નવી દિલ્હી, તા. 11 જુલાઈ 2022, સોમવાર
'દુનિયાની સૌથી હોટ થીફ'ના નામથી પ્રખ્યાત મોડલના ફોટો વાયરલ થઈ રહ્યા છે. હકીકતમાં આ મોડલ ચોરીના કેસમાં એક વખત જેલ જઈ ચૂકી છે. સજા કાપ્યા બાદ તે મોડલિંગમાં સક્રિય થઈ ગઈ હતી અને હાલમાં તેના લાખો ચાહકો છે.
આ મોડલનું નામ સ્ટેફની બ્યૂડોઈન છે. વર્ષ 2024માં તેને 90 દિવસની સજા થઈ હતી. તેના ઉપર આરોપ હતો કે ટીનેજર ચોરોની ગેંગલીડર હતી, જેણે તે સમયે કેનેડાના ક્યૂબેક ખાતે 40 ઘરોમાં ચોરી કરી હતી.
સ્ટેફનીની ગેંગે આશરે 40 લાખ રૂપિયાની રોકડ અને અન્ય લક્ઝરી આઈટમોની ચોરી કરી હતી. આખરે તે પકડાઈ ગઈ હતી અને તેને જેલમાં ધકેલી દેવામાં આવી હતી.
તેને વર્ષ 2015માં B Models Management દ્વારા હાયર કરવામાં આવી હતી. હવે 7 વર્ષ બાદ પણ તે પોતાના મોડલિંગની કરિયરને લઈને ખૂબ જ ચર્ચામાં છે.
કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાના કારણે તેને ખૂબ જ નુકસાન થયું હતું. જો કે બાદમાં તેને એક મોડલિંગ કોન્ટ્રાક્ટ મળી ગયો હતો કારણકે ફેસબુક ઉપર પોસ્ટ કરવામાં આવેલો તેના બિકિની ફોટોને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.
તે ઈન્સ્ટાગ્રામ ઉપર પોતાની ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે જ્યાં તેને 1 લાખ 30 હજારથી વધુ લોકો ફોલો કરે છે. હવે તેમના ચાહકો તેમને 'ટોપ કેનન' અને 'એબ્સલ્યૂટ ગોર્જિયસ' ગણાવે છે.
હકીકતમાં ધરપકડ બાદ સ્ટેફનીને તેનું ફેસબુક પેજ ડિલીટ કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે તે 'સેક્સી થીફ'ના નામથી જાણીતી હતી. મોડલિંગ કોન્ટ્રાક્ટ મળ્યા બાદ જજે પોતાના એક ચુકાદામા કહ્યું હતું કે, તે પોતાની મોડલિંગને પ્રમોટ કરવા માટે ક્રાઈમ કરિયરનો ઉપયોગ કરી શકશે નહી.
તાજેતરમાં તેણે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં એવું લાગી રહ્યું છે કે તે ગામના વિસ્તારને એક્સપ્લોર કરી રહી છે. તેમની ફોટો જોઈને ફેન્સ તેમની સુંદરતાના વખાણ કરતા અને કમેન્ટમાં હાર્ટના ઈમોજી મોકલતા જોવા મળી રહ્યા છે.
સ્ટેફની કહ્યું હતુ કે, હું સ્ટેફની બ્યૂડોઈનના નામથી જ મોડલિંગ કોન્ટ્રાક્ટ સાઈન કરી શકું છુ. બ્રાન્ડ મને 'સ્ટેફની ધ ક્રિમિનલ' અથવા આવા કોઈ પણ નામથી ઓળખાણ કરાવી શકે નહી.