છેલ્લા 65 વર્ષમાં વિશ્વની વસ્તી 3 અબજ વધી, દુનિયાના 10 દેશોમાં વસ્તી ઘટાડો બન્યું સમસ્યા

વિશ્વમાં ચીન અને ભારત જેવા દેશો વસ્તી વધારો ધરાવે છે. એશિયાના મોટા ભાગના દેશોમાં વસ્તી વધારે જોવા મળે છે. છેલ્લા 200 વર્ષમાં વસ્તી 1 અબજથી સીધી 8 અબજ સુધી પહોંચી છે. 1960 થી અત્યાર સુધી 65 વર્ષમાં વિશ્વની વસ્તી 3 અબજ જેટલી વધી છે. 2011માં વિશ્વની વસ્તી ૭ અબજ હતી માત્ર 14 વર્ષમાં જ 1 અબજ વધી છે. સંયુકત રાષ્ટ્રસંઘનું માનવું છે કે 2030 સુધીમાં વિશ્વની વસ્તી 8.6 અબજ હશે. 2050 સુધીમાં માનવ વસ્તી 9.8 અબજ હશે જયારે 2100માં 11.2 અબજ વસ્તી હશે.
પૃથ્વી પર વધતી જતી માનવ વસ્તી છતાં એવા પણ દેશો છે જેમને ત્યાં માનવવસ્તી સતત ઘટતી જાય છે જેમાં ગ્રીસ, જાપાન અને યુક્રેનનો સમાવેશ થાય છે. યુક્રેનની વાત કરીએ તો છેલ્લા બે દાયકામાં 8.10 ટકા જેટલી વસ્તી ઘટી છે. આ કમીનું કારણ યુદ્ધમાં ઉંચો મુત્યુદર અને મોટી સંખ્યામાં વિસ્થાપન છે.પશ્ચિમી મધ્ય પ્રશાંત મહાસાગર દ્વીપીય એક દેશની વસ્તી માત્ર 10 હજાર કરતા પણ ઓછી રહી છે. એક સમયે 10 હજાર વસ્તી ઘટીને માત્ર 9 હજાર રહી છે. જો આવી રીતે ટુવાલુ પર સંખ્યા ઘટતી જશે તો એક સમયે ઓસ્ટ્રેલિયા અને હવાઇની વચ્ચે આવેલો ટાપુ દેશ સૂનો થઇ જશે.
યુરોપીયન દેશ ગ્રીસની વસ્તીમાં 1.60 ટકાનો ઘટાડો થયો છે. સેનમારિનોની વસ્તીમાં 1.10 ટકાનો ઘટાડો થયો છે.આવી જ રીતે કોસોવોના લેંડલોકડમાં પણ વસ્તી 1 ટકો ઘટી છે. રશિયાના પાડોશી દેશ બેલારુસમાં પણ 0.60 ટકા ઘટી છે.બોસ્નિયા અને અલબાનિયાની પણ આ જ સ્થિતિ રહી છે. સૌથી વિકટ સ્થિતિ જાપાનની છે જયાં વિશ્વમાં સૌથી સિનિયર સિટીઝન વસે છે. વિસ્થાપન અને જન્મદરનો ઘટાડો જાપાન સરકાર માટે ચિંતાજનક છે. જાપાન સરકાર દ્વારા ઇન્સેટિવ્સની જાહેરાત પછી પણ યુવાપેઢી લગ્ન અને સંતાનો પેદા કરવાથી દૂર ભાગી રહી છે.








