World Paper Bag Day 2023: આજે છે વિશ્વ પેપર બેગ દિવસ, જાણો તેનો ઈતિહાસ અને મહત્વ
Image Source: Freepik
અમદાવાદ, તા. 12 જુલાઈ 2023 બુધવાર
દર વર્ષે પેપર બેગ ડે 12 જુલાઈએ મનાવવામાં આવે છે. આજના સમયમાં લોકો પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. જે આપણા પર્યાવરણ માટે નુકસાનકારક છે. આ દિવસને મનાવવાનો મુખ્ય હેતુ છે, પર્યાવરણ માટે પ્લાસ્ટિક બેગની તુલનામાં પેપર બેગના ઉપયોગના ફાયદા વિશે લોકોને જાણકારી આપવી.
પેપર બેગ ડે નો ઈતિહાસ
ફ્રાંસિસ વોલે નામના અમેરિકી આવિષ્કારકે ઈ.સ. 1852માં પહેલી વખત પેપર બેગ મશીન બનાવ્યુ હતુ. જે બાદ ઈ.સ. 1871માં, માર્ગરેટ ઈ. નાઈટે ફ્લેટ-બોટમ પેપર બેગ બનાવવા માટે વધુ એક મશીન બનાવ્યુ હતુ. તે સમયે તેનુ નામ કરિયાણાની થેલી તરીકે પ્રચલિત થયુ. આ પેપર બેગનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવવા લાગ્યો. ઈ.સ. 1883 અને 1912માં ચાર્લ્સ સ્ટિલવેલ અને વાલ્ટર ડ્યૂબનેરે શ્રેષ્ઠ પેપર બેગ ડિઝાઈન કરી.
પેપર બેગ ડે નું મહત્વ
આ દિવસને મનાવવાનો મુખ્ય હેતુ એ છે કે પ્લાસ્ટિકના બદલે પેપર બેગનો ઉપયોગ કરવા માટે લોકોને જાગૃત કરવા. અત્યારે લોકો પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ કરે છે, જેના કારણે પ્રદૂષણ વધતુ જઈ રહ્યુ છે, જેનાથી ગંભીર બીમારીઓનો ભોગ બનાય છે.
પેપર બેગ ડે 2023 થીમ
દર વર્ષે પેપર બેગ ડે એક નક્કી થીમ હેઠળ મનાવવામાં આવે છે. આ વર્ષે પેપર બેગ ડે ની થીમ છે- આ વખતે કંઈક અલગ કરવાનું નક્કી કરો. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો અને કાગળના બેગનો ઉપયોગ શરૂ કરો.
પેપર બેગના ફાયદા
પેપર બેગ બનાવવામાં ઓછી ઉર્જાનો વપરાશ થાય છે
આ પર્યાવરણ માટે નુકસાનકારક હોતુ નથી
ખાતર બનાવવા માટે પેપર બેગનો ઉપયોગ કરવામાં આવે છે.
પેપર બેગને રિસાઈકલ કરી શકાય છે.