ફોન પર પહેલો શબ્દ બોલીએ છીએ 'હેલ્લો', જાણો તેની શરુઆત ક્યારે થઈ અને શું છે તેની પાછળનું કારણ
હંમેશા ફોન ઉપાડતાની સાથે જ કહેવામાં આવતા હેલ્લોની શરૂઆત પાછળ છે રોચક વાત
જાણીએ કઈ રીતે થઇ હેલ્લો કહેવાની શરૂઆત
Updated: Nov 21st, 2023
World Hello Day: હેલ્લો શબ્દ એટલો સામાન્ય શબ્દ છે કે ફોન ઉપાડતાની સાથે જ હેલ્લો કહીને અભિવાદન કરવામાં આવે છે. પણ શું તમે એ જાણો છો કે વિશ્વ હેલ્લો દિવસ 21 નવેમ્બરે જ શા માટે ઉજવવામાં આવે છે? આ શબ્દ એવો છે કે આપણે દરરોજ આ શબ્દનો ઉપયોગ વારંવાર કરીએ છીએ. વાતચીતની શરૂઆત હોય કે કોઈ સાથે કોલ પર વાત કરવાની હોય હંમેશા શરૂઆત હેલ્લોથી જ કરવામાં આવે છે. તો શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે રોજિંદા જીવનમાં હેલ્લો કહેવાની શરૂઆત કેવી રીતે થઇ? જેના જવાબો જોઈએ.
વિશ્વ હેલ્લો દિવસ કેવી રીતે શરૂ થયો?
1973ના પાનખરમાં ઇજિપ્ત અને ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષના પ્રતિભાવરૂપે વિશ્વ હેલ્લો દિવસની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી, વિશ્વ હેલ્લો દિવસ 180 દેશોમાં લોકો દ્વારા મનાવવામાં આવે છે. વિશ્વભરના લોકો વિશ્વ શાંતિ માટે તેમની ચિંતા વ્યક્ત કરવાની તક તરીકે વિશ્વ હેલ્લો દિવસ ઉજવે છે.
તેનું મહત્વ શું છે?
એવું માનવામાં આવે છે કે હેલ્લો કહેવાથી લોકો વચ્ચેની પરસ્પર દુશ્મનાવટ દૂર થાય છે. આ દિવસ ઝડપથી વિશ્વભરમાં લોકપ્રિય થયો, જે હવે 180 દેશોમાં ઉજવવામાં આવે છે. ' હેલ્લો' માત્ર શુભેચ્છા તરીકે જ નહીં પરંતુ વાતચીતની સરળ શરૂઆત તરીકે પણ કામ કરે છે.
ફોન પર હેલ્લો કહેવાની શરૂઆત ક્યારથી થઇ?
ગ્રેહામબેલ દ્વારા ટેલીફોનનો આવિષ્કાર કરવામાં આવ્યો હતો. તેમની પ્રેમિકાનું નામ હેલો હતું. આથી તેમને પહેલો ફોન તેમની પ્રેમિકાને કરીને પ્રથમ શબ્દ હેલ્લો કહ્યો હતો. ત્યારથી ફોન કોલ સમયે હેલ્લો કહીને અભિવાદન કરવું ખુબ જ સામાન્ય બની ગયું. તેમજ હેલ્લો શબ્દ અભિવાદન માટે જ ઉપયોગમાં લેવાતો હોવાથી તેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નહિ.