Get The App

'વર્લ્ડ બડર્સ છે કે, નર્સરીનાં બાળકો ?' : ટ્રમ્પ કહે છે, 'આગામી વર્ષે દ. આફ્રિકાને નહીં બોલાવું'

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
'વર્લ્ડ બડર્સ છે કે, નર્સરીનાં બાળકો ?' : ટ્રમ્પ કહે છે, 'આગામી વર્ષે દ. આફ્રિકાને નહીં બોલાવું' 1 - image

- આ વર્ષે જી-20 પરિષદમાં અફડા-તફડી મચી ગઈ : દ. આફ્રિકાએ અમેરિકાને અધ્યક્ષ પદ સોંપવા ઇન્કાર કર્યો

નવી દિલ્હી : નાના બાળકો જેવું વલણ વિશ્વના શ્રેષ્ઠ દેશો દર્શાવી રહ્યા છે. દ. આફ્રિકાના પ્રમુખ સેહિલા રામફોયાએ અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવા પહોંચેલા અધિકારીને જી-૨૦નું પ્રમુખ પદ આપવાનો ઇનકાર કરી દીધો હતો. તે સામે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી દીધું છે કે આગામી વર્ષે ફલોરિડાના માયાવી ખાતે યોજાનાર જી-૨૦ પરિષદમાં તેઓ દ. આફ્રિકાને આમંત્રણ નહીં આપે.

ટ્રમ્પના આ નિર્ણય ઉપર કટાક્ષ કરતાં નિરીક્ષકો કહે છે કે, આ નિર્ણય તો કીડંર-ગાર્ડન નર્સરીમાં ભણતા બાળકોના ઇટ્ટા-કીટ્ટા જેવો છે. કોઈ બાળકની બર્થ-ડે પાર્ટીમાં કોઈ બીજા બાળકને નહીં બોલાવતા તે કહે છે કે, તેં મને તારી બર્થ ડે પાર્ટીમાં નથી બોલાવ્યો, તેથી હું તને મારી બર્થ ડે પાર્ટીમાં નહીં બોલાવું.

નિરીક્ષકો કહે છે કે વર્લ્ડ લીડર્સ માટે આવું વલણ શોભાસ્પદ નથી.

વાસ્તવમાં અમેરિકાએ આવી મહત્વની પરિષદમાં તેના કોઈ મંત્રી કે પ્રમુખના વિશેષ દૂત જેવી કોઈ પણ વ્યકિતને નહીં મોકલતા મધ્યમાન કક્ષાના સરકારી કર્મચારીને જોહાનિસબર્ગમાં યોજાયેલી જી-૨૦ શિખર મંત્રણામાં મોકલી એક રીતે જી-૨૦નું અપમાન જ કર્યું છે. તેથી સેરિલ રામફોસાએ તે અધિકારીને જી-૨૦ના પ્રમુખ પાસે રહેતું રુબલ સોંપવાનો ઇનકાર કરતાં પ્રમુખ ટ્રમ્પ ગિન્નાયા છે. અને આગામી વર્ષે ફલોરિડામાં મયામીમાં યોજાનારી જી-૨૦ પરિષદમાં દ. આફ્રિકાને આમંત્રણ નહીં આપવાના કરેલા નિર્ણય ઉપર નિરીક્ષકોએ ઉપરોક્ત કટાક્ષ કર્યો છે.

બીજી તરફ ટ્રમ્પ કહે છે કે દ. આફ્રિકામાં પેઢીઓથી રહેતા ગોરા-શ્વેતવર્ણીઓ અને વિશેષત: ગોરા-ખેડૂતો પ્રત્યે રખાતા ભેદભાવને લીધે કેટલાયે શ્વેતવર્ણી ધંધાર્થીઓ નોકરિયાતો અને વિશેષત: ખેડૂતો દ. આફ્રિકા છોડી અમેરિકા પહોંચી જતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દક્ષિણ આફ્રિકા ઉપર ગિન્નાયા છે. તેથી જ તેમના વહીવટી તંત્રના કોઈ મંત્રી કે વિશેષ દૂત કક્ષાના અધિકારીને દ. આફ્રિકા નહીં મોકલતા, સામાન્ય કક્ષાના અધિકારીને તે પરિષદમાં મોકલ્યો હતો. તેથી સેરિલા રામફોયા ગિન્નાયા હતા. આમ સામસામા આક્ષેપો શરૂ થઈ ગયા છે.