સેક્સ દરમિયાન પલંગ પરથી પડી જતાં મહિલાએ કર્યો કેસ અને પછી...
મૈડેનહેડ, 15 નવેમ્બર 2018, ગુરુવાર
દક્ષિણ પૂર્વી ઈંગ્લેડ સ્થિત બર્કશાયરના મૈડેનહેડમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક મહિલાએ સેક્સ દરમિયાન બેડ પરથી પડી અને ઘાયલ થઈ હતી. આ મહિલા એટલી હદે ગુસ્સામાં આવી ગઈ કે તેણે બેડ બનાવનાર કંપની પર કેસ કરી દીધો છે. જો કે પછી આ મહિલા કેસ હારી ગઈ અને તેને વળતરની રકમ પણ ન મળી.
આ ઘટના વર્ષ 2013માં બની હતી. કેસ કરનાર મહિલા તેના સાથી સાથે બેડ પર યૌન સંબંધ બનાવી રહી હતી તે દરમિયાન તે જમીન પર પડી ગઈ અને તેની કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ. આ ઘટના બાદ તેણે બેડ બનાવનાર કંપની પર કેસ કર્યો અને વળતરની માગ કરી.
મહિલાનો આક્ષેપ હતો કે બેડ બનાવનાર કંપનીની ભુલના કારણે આવું થયું હતું. મહિલાએ કંપની પાસેથી મોટી રકમ વળતરમાં માંગી હતી. આ કેસ લંડન હાઈકોર્ટમાં પહોંચ્યો અને જ્યારે આ ઘટનાને અકસ્માત ગણાવી કેસ રદ્દ કરી દેવાયો.