Get The App

થાઈ રેસ્ટોરન્ટે તીખી ડિશ સર્વ કરતાં મહિલાનો અવાજ કાયમી બંધ થયો

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
થાઈ રેસ્ટોરન્ટે તીખી ડિશ સર્વ કરતાં મહિલાનો અવાજ કાયમી બંધ થયો 1 - image


- કેલિફોર્નિયાનો ચોંકાવનારો કિસ્સો  

- થાઈ ડિશમાં નાખવામાં આવતા થાઈ ચિલીની ગણતરી સૌથી તીખાં મરચામાં થાય છે

કેલિફોર્નિયા : થાઈલેન્ડના ફૂડની ગણતરી એશિયાના સૌથી તીખા ફૂડ તરીકે કરવામાં આવે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં એક ડોક્ટરે થાઈ રેસ્ટોરન્ટ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. મહિલા ડોક્ટરનો દાવો છે કે, રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવેલા તીખા અને મસાલેદાર ફૂડને કારણે તેના ગળાને કાયમી નુકસાન પહોચ્યું છે. 

રિપોર્ટ મુજબ, સેન જોસની ન્યૂરોલોજિસ્ટ ડોક્ટર હરજસલીન વાલિયા, કૂપ ડી થાઈ નામની એક રેસ્ટોરન્ટમાં ગઈ હતી. ત્યાં તેમને ડ્રેગન બોલ્સ નામની ડિશ પીરસવામાં આવી હતી. જેને ખાતાની સાથે જ જીભ, મોઢા, નાક અને ગળામાં અસહ્ય બળતરા થવા લાગ્યા હતા. શરીર પરસેવાથી લથપથ થઈ ગયું હતું અને આંખો તથા નાકમાંથી પાણી નીકળવા લાગ્યું હતું. 

આ ડિશમાં નાખવામાં આવતા થાઈ ચિલીની ગણતરી સૌથી તીખાં મરચાંમાં થાય છે. હરજસલીને દાવો કર્યો છે કે, રેસ્ટોરન્ટના ફૂડના કારણે તેમના અવાજને કાયમી નુકસાન થયું છે. તીખું લાગતાની સાથે જ તેણે રેસ્ટોરન્ટ પાસે દૂધ, આઈસક્રીમ, દહીં અથવા કોઈ ડેરી પ્રોડક્ટ  માંગી હતી. પરંતુ, સ્ટાફે તેને આપવાનો ઈન્કાર કર્યો હતો. 

રેસ્ટોરન્ટે કોઈ મદદ ન કરતાં તેણે નારિયેળ પાણી પીધું હતું. પરંતુ, રાહત મળી નહતી. બીજી તરફ, રેસ્ટોરન્ટે કહ્યું કે, તેઓ ઘણા સમયથી મસાલેદાર ડિશ બનાવતા આવ્યા છે. તેમાં કોઈને તકલીફ પડી નથી. 

Tags :