Get The App

યુગાન્ડાની મહિલા પર્યાવરણ કાર્યકરે વૃક્ષની મદદથી કર્યો વર્લ્ડ રેકોર્ડ, જાણો તેણે એવું તો શું કર્યું...

વર્લ્ડ રેકોર્ડ નોંધાવનાર મહિલાએ કહ્યું, ‘વૃક્ષે ડંખ માર્યો, મને દુઃખાવો થયો, છતાં મારે તેને પકડીને ઉભુ રહેવાનું હતું’

Updated: Feb 25th, 2024

GS TEAM

Google News
Google News
યુગાન્ડાની મહિલા પર્યાવરણ કાર્યકરે વૃક્ષની મદદથી કર્યો વર્લ્ડ રેકોર્ડ, જાણો તેણે એવું તો શું કર્યું... 1 - image

Hug Tree World Record : યુગાન્ડાના કંપાલાની રહેવાસી અને પર્યાવરણ કાર્યકર્તા ફેથ પેટ્રીસિયા એરિયોકોટા (Faith Patricia Ariokot)એ એક વૃક્ષને સતત 16 કલાક 6 મિનિટ સુધી ગળે લગાવીને રાખતા તેણીનું વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે. 29 વર્ષિય એરિયોકોટા પર્યાવરણ કાર્યકર્તા છે અને તે લોકોને વૃક્ષો ઉગાડવા ઉપરાંત તેનું રક્ષણ કરવાની જરૂરીયાત હોવાનો પણ સંદેશો આપતી રહે છે. તેમણે આ રેકોર્ડ નોંધાવવા માટે અગાઉ બે પ્રયાસો કર્યા હતા, પરંતુ નિષ્ફળતા મળી હતી.

વૃક્ષે મને પસંદ કરી : ફેથ

રેકોર્ડ નોંધાવ્યા બાદ તેણીએ કહ્યું કે, ‘રેકોર્ડ નોંધાવવા માટે વૃક્ષની પસંદગી કરવી, તે લગ્ન માટેના ડ્રેસની પસંદગી કરવા બરાબર છે. આ વૃક્ષે મને પસંદ કરી છે અને તેણે જોતા જ પ્રેમનો અહેસાસ થવા લાગ્યો હતો. આ વૃક્ષ જોતા જ મને લાગ્યું હતું કે, હું તેની પાસે જ જવાની છું.’

ફેથે કેવી રીતે નોંધાવ્યો રેકોર્ડ ?

પર્યાવણ પ્રેમી ફેથ સતત 16 કલાક અને 6 મિનિટ સુધી ઉભા રહીને વૃક્ષને લપેટીને રહી હતી. આ દરમિયાન તેણે વૃક્ષને છોડવાનું ન હતું. તેણીએ કહ્યું કે, ‘16 કલાક સુધી ઉભા રહેવાના કારણે મારા પગમાં દુઃખાવો થઈ રહ્યો હતો. વૃક્ષ ડંખ મારતું હતું, જેના કારણે મને દુઃખાવો થતો હતો, પરંતુ મારે તેને પકડીને ઉભુ રહેવાનું હતું.’

અગાઉ વાવાઝોડાના કારણે રેકોર્ડ તુટી ન શક્યો

ફેથે વૃક્ષને ગળે લગાવી વર્લ્ડ રેકોર્ડ તોડવાનો આ ત્રીજો પ્રયાસ કર્યો હતો. અગાઉ પ્રથમ પ્રયાસમાં તેના કેમેરામાં યોગ્ય રેકોર્ડીંગ થયું ન હતું, ત્યારબાદ બીજી વખત વાવાઝોડાના કારણે નિષ્ફળતા મળી. ત્યારે ત્રીજો પ્રયાસ સફળ થયા બાદ ફેથે ખુશી વ્યક્ત કરી છે. તેણીએ કહ્યું કે, આમ કરવાથી લોકો પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત થશે અને વૃક્ષો વાવવા માટે પ્રેરિત થશે.

Tags :