મહિલાને પ્લેનમાં થયો ડાયરિયા, આખી ફલાઇટ કેન્સલ કરવી પડી
અમેરિકાની મેઘન રીનર્ટસન નામની ઉભરતી અભિનેત્રી સાથેની ઘટના
હેજમેટ (ફુડ પોઇઝનિંગ)ના નિષ્ણાતોએ વિમાનની સફાઇ કરવી પડી
ન્યૂયોર્ક,૧૩ ઓગસ્ટ,૨૦૨૫,બુધવાર
સામાન્ય રીતે ફલાઇટ ટેકનિકલ કારણોસર અને મોટે ભાગે સુરક્ષા માટે કેન્સલ થતી હોય છે પરંતુ વિમાનમાં બેઠેલી એક મહિલાને અચાનક ડાયરિયાની સમસ્યા શરુ થતા એરલાઇને ફલાઇટ રદ્ કરવાની ફરજ પડી હતી.મેઘન રીનર્ટસન એક ઉભરતી અભિનેત્રી છે જે સોશિયલ મીડિયામાં ખૂબજ એકિટવ રહે છે.
ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર તેણે એક સોશિયલ પ્લેટફોર્મ પર વીડિયો બનાવીને પોતાની આપવિતી સંભળાવતા કહયું હતું મારા લીધે આખી ફલાઇટ રદ્ કરવી પડી તેનો અફસોસ છે. હું એક નિયમિત પ્રવાસી હતી, હું કાંઇ રાક્ષસ નથી કે ખૂબ ખાધા કર્યુ હોય પરંતુ તેમ છતાં અચાનક ડાયેરિયા બેકાબુ બની ગયા હતા. ખૂબજ દર્દ અને પીડામાંથી પસાર થઇ હતી.
આથી યુનાઇટેડ એરલાઇન્સને પોતાની ફલાઇટ રદ કરવી પડી હતી. હેજમેટ (ફુડ પોઇઝનિંગ)ના નિષ્ણાતોએ વિમાનની સફાઇ કરવી જરુરી પડી હતી. અમેરિકન અભિનેત્રીએ રીનર્ટસને ઇન્યિાનાપોલિસથી પોતાની ફલાઇટ રદ થવા અંગે ૨ કરોડથી વધારે ટિકટૉક ફોલોઅર્સની માફી માંગી હતી. દર્શકો અને ચાહકો તેના આ ખુલાસા અને માફી નામાને આવકારીને સંવેદના પ્રગટ કરી રહયા છે. (પ્રતિકાત્મક ફોટો)