Get The App

શું ટેરિફની કાયદેસરતા અંગેનો કેસ ટ્રમ્પ હારી જશે ? દુનિયામાં ઉથલ પાથલ મચાવનારો કેસ

અમેરિકી પ્રમુખને ટેરિફ લાદવાની સત્તા નહી હોવાની ટીપ્પણી કરી હતી

ટ્રમ્પ શાસને આ ચુકાદાને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે.

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
શું ટેરિફની કાયદેસરતા અંગેનો કેસ ટ્રમ્પ હારી જશે ?  દુનિયામાં ઉથલ પાથલ મચાવનારો કેસ 1 - image

વોશિંગ્ટન,૪ સપ્ટેમ્બર,૨૦૨૫,ગુરુવાર 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ નિર્ણયને સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધિન છે. નીચેલી કોર્ટે અમેરિકી પ્રમુખને ટેરિફ લાદવાની સત્તા નહી હોવાની ટીપ્પણી કરતા ટ્રમ્પે શાસને સર્વોચ્ચ અદાલતનું શરણ લીધું છે. ટ્રમ્પ પ્રશાસન માને છે કે ટેરિફ સંબંધી મામલામાં જો હાર થશે તો જાપાન, દક્ષિણ કોરિયા અને અન્ય દેશો સાથે પોતાના વેપાર સમજૂતીને રદ્ કરવી પડે તેવી સ્થિતિ છે. 

ગત શુક્રવારે નિચેલી અદાલતે ટેરિફને ગેર કાયદેસર હોવાનો આદેશ આપતા ટ્રમ્પ શાસન માટે મુશ્કેલી વધી છે. રાષ્ટ્રપતિના અધિકાર ક્ષેત્રની બહાર જઇને શુલ્ક લગાવ્યું હોવાનું ચુકાદામાં બહાર આવ્યું છે. ટ્રમ્પે બુધવારે પત્રકારો સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે જો અમે આ ચુકાદો જીતી નહી શકીએ તો મને લાગે છે કે દેશને ખૂબ મોટું નુકસાન થશે પરંતુ એક મોટી જીત થશે એવું લાગે છે. સર્વોચ્ચ ન્યાયાલયના મામલા અંગે ટ્રમ્પે કહયું હતું કે મને લાગે છે કે અમેરિકાની સુપ્રિમ કોર્ટમાં મેં જોયેલા આ સૌથી મહત્વપૂર્ણ મુક્દમામાંનો એક છે.