બાંગ્લાદેશમાં ડીસે.માં ભારે મોટી રાજકીય કટોકટી ઊભી થશે ? શેખ હસીના સ્વદેશ જવા મક્કમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વડાપ્રધાન તારિક રહેમાનની ઊંઘ ઊડી ગઈ
- શેખ હસીના સ્વદેશ પાછા ફરતાં, જો બંદીવાન બનાવાશે તો તેઓના લાખ્ખો સમર્થકો માર્ગો પર ઊતરી પડશે : દેશમાં અશાંતિ ફેલાશે
નવી દિલ્હી : બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના, ઓગસ્ટ ૨૦૨૪માં સત્તાભ્રષ્ટ થયા પછી ભારતમાં રહે છે. તે સર્વવિદિત છે કે પાકિસ્તાન પ્રેરિત વિદ્યાર્થી આંદોલન, અચાનક વ્યાપક બની જતાં શેખ હસીનાને પદનું ત્યાગપત્ર આપી ભારતમાં રાજ્યાશ્રય લેવો પડયો છે. હવે તેઓ ડિસેમ્બર મહિનામાં સ્વદેશ પાછા જવા માગે છે. આથી બાંગ્લાદેશમાં ભારે મોટી રાજકીય કટોકટી ઊભી થવાની ચેતવણી વિશેષજ્ઞાો આપે છે.
અહેવાલો જણાવે છે કે શેખ હસીનાએ નવા પાસપોર્ટ અને નેશનલ આઈડેન્ટીટી કાર્ડ (એનઆઈડી) માટે અહીંનાં બાંગ્લાદેશનાં દૂતાવાસમાં અરજી કરી હતી, પરંતુ તે અરજી અસ્વીકાર્ય ગણી ફગાવી દેવાઈ છે. સાથે ઢાકાએ ભારત સમક્ષ તેઓના પ્રત્યાર્પણની સત્તાવાર માગણી કરી છે, પરંતુ ભારતે તેનો કોઈ જવાબ જ (હા કે ના-નો) આપ્યો નથી.
આ સંયોગોમાં શેખ હસીનાએ (પાસપોર્ટ કે એનઆઇડી કે વિસા ન હોવા છતાં) ડીસેમ્બરમાં સ્વદેશ પાછા ફરવા મક્કમ નિર્ધાર કર્યો છે. તેઓ જાણે પણ છે કે તેઓની પાર્ટી આવામી લીગ બાંગ્લાદેશમાં પ્રતિબંધિત છે, તેના કેટલાએ નેતાઓ બંદીગૃહમાં છે. તેમ છતાં બંગબંધુ શેખ મુજબ-ઉર્- રહેમાનનાં પુત્રી શેખ હસીના સ્વદેશ પાછા ફરવા મક્કમ છે. આ સાથે વડાપ્રધાન તારિક રહેમાનની ઊંઘ ઉડી ગઈ છે.
પ્રાપ્ય અહેવાલો સ્પષ્ટ રીતે જણાવે છે કે, શેખ હસીના સ્વદેશ પરત ફરતાં તેઓને બંદીવાન કરવામાં આવે તો, તેઓના લાખ્ખો સમર્થકો અને પ્રતિબંધિત આવામી લીગના સભ્યો ઢાકા સહિત દેશનાં તમામ શહેરોમાં વિરોધ-વંટોળ જગાવે જ, માર્ગો ઉપર ઉતરી પડે અને તેમનાં વિરોધ-સરઘસોમાંથી જ તોફાનો ફાટી નીકળે, પરિસ્થિતિ કદાચ હાથ બહાર પણ જાય, દેશભરમાં અશાંતિ અને અંધાધૂંધી ફેલાઈ રહે. સહજ છે કે તેથી વડાપ્રધાન તારિક રહેમાનની ઊંઘ ઊડી જ જાય.




