રિયાધ,૨૮ મે,૨૦૨૫,બુધવાર
સાઉદી અરબ એક એવો દેશ છે તે પોતાની રુઢિવાદી પરંપરાઓ અને કડક ઇસ્લામી નિયમો માટે જાણીતો છે. કેટલાક સમયથી આ ઇસ્લામિક મુલ્કમાં ક્રાંતિકારી બદલાવ આવી રહયો છે. સાઉદી અરબ છેલ્લા ૭૩ વર્ષ પછી પ્રથમવાર જ શરાબના વેચાણની મંજુરી આપી રહયું છે. જો કે શરાબ કેટલાક નકકી કરેલા સ્થળોએ જ મળી શકશે. શરાબ વેચાણ અને શેવન કરવાના કડક પ્રતિબંધમાં છુટછાટની દુનિયા ભરમાં નોંધ લેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાઉદી અરબ ૨૦૩૪ના વિશ્વકપ રહેલા પોતાના ૬૦૦ ટુરિસ્ટ પોઇન્ટ પર લોકોને શરાબ પીવાની છુટ આપી શકે છે. સાઉદી અરબમાં મકકા અને મદીના જેવા બે પવિત્ર ધાર્મિક સ્થળો હોવાથી સંરક્ષક દેશ તરીકેની પદવી મળેલી છે માટે સાઉદી અરબના પગલાએ સમગ્ર ગલ્ફ દેશોમાં ચર્ચા જગાવી છે ખાસ કરીને સોશિયલ મીડિયામાં ખૂબજ વિવાદ ઉભો થયો છે. ઇસ્લામમાં શરાબનું સેવન ધાર્મિક માન્યતાની વિરુધ માનવામાં આવે છે આથી ઇસ્લામિક દેશમાં માન્યતાથી સૌને અચરજ થયું છે. જો કે ગલ્ફ ન્યુઝ રોયટર્સને ટાંકીને જણાવ્યું હતું કે સાઉદી અરબના અધિકારીઓએ આવી કોઇ પણ પ્રકારની પરમિશન આપવાનો ઇન્કાર કર્યો છે.

કેટલાકનું માનવું છે કે સાઉદી અરબ સરકારે શરાબ વેચાણ માટેની છુટ બાબતે ભલે ખંડન કર્યુ હોય પરંતુ સાઉદી શાસક ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન પોતાના દેશની અર્થ વ્યવસ્થામાં વિવિધતા લાવવા અને સાઉદી ઇકોનોમિને તેલના અવલંબન પરની નિર્ભરતા ઘટાડવા માટે એક મહત્વકાંક્ષી યોજના હેઠળ પર્યટકો અને આંતરરાષ્ટ્રીય કારોબારીઓને આકર્ષિત કરવા માટે પ્રતિબંધોમાં છુટછાટ આપી શકે છે. અત્યંત રુઢિવાદી સાઉદી અરબ ધીમે ધીમે પોતાના સમાજને છુટછાટ આપી રહયો છે એવા કેટલાક વર્ષોથી સંકેત મળી રહયા છે. મહિલાઓને ડ્રાઇવિંગ, જાહેર સ્ટેડિયમમાં મેચ જોવાની છુટ, મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોને ક્રાંતિકારી મંજુરી, ધાર્મિક પોલીસ પર કાર્યવાહી જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે.
સાઉદી અરબે શરાબ પીવા સંબંધી અહેવાલને ભલે ફગાવી દીધો હોય પરંતુ ગેર મુસ્લિમ ડિપ્લોમેટને શરાબ પીવાની છુટ છે. સાઉદી અરબ પ્રથમ બાર જાન્યુઆરી ૨૦૨૪માં રાજધાની રિયાધમાં સરકારી દુકાન ખોલી હતી જે ૭૦ વર્ષમાં ખોલવામાં આવેલી શરાબની પ્રથમ દુકાન હતી. સરકારના આ પગલાનો હેતું દેશમાં શરાબના ગેરકાયદેસર નિર્માણ અને વેચાણને બંધ કરવાનો હતો. આ સ્ટોરમાં માત્ર ગેર મુસ્લિમ રાજનીતિજ્ઞોને જ શરાબ ખરીદવા માટે પ્રવેશ મળે છે. હાલમાં સાઉદી અરબના હોટલમાં પોતાના મહેમાનોને આલ્કોહોલ વગરના અનેક પ્રકારના પીણાનો વિકલ્પ આપે છે.


