ભારતમાં રશિયન મૂળના અમેરિકન રાજદૂત સર્જિયો ગોર સેતુ બનશે?
- બંને દેશ વચ્ચે બગડેલા સંબંધો વચ્ચે મહત્ત્વની નિમણૂક
- ગોર અખંડ સોવિયેત સંઘના ઐતિહાસિક શહેર તાશ્કંદમાં 1986માં જન્મ્યા હતા : તેઓ ભારત-મધ્ય એશિયાના નિષ્ણાત
વૉશિંગ્ટન : પ્રમુખ ટ્રમ્પે શુક્રવારે (સ્થાનિક સમય પ્રમાણે) પોતાના રાજકીય સહાયક સર્જીયો ગોરને ભારત ખાતેના રાજદૂત પદે નિયુક્ત કર્યા હતા. સાથે તેઓને સમગ્ર દક્ષિણ એશિયા અને મધ્ય એશિયા અંગેનો વિશેષ હવાલો પણ સોંપ્યો હતો. ગોર અત્યારે 'વ્હાઇટ હાઉસ પ્રેસિડેન્શિયલ પર્સોનેલ ઓફીસ'ના ડીરેક્ટર પદે કામ કરે છે. તેઓ વિધિવત રાજદૂત પદે નિયુક્ત થશે ત્યાં સુધી ત્યાં કાર્યરત રહેશે.
ગોર વિષે ટ્રમ્પે તેઓનાં ટ્રુથ સોશ્યલ ઉપર લખ્યું કે ગોર અને તેમની ટીમે ૪,૦૦૦ જેટલા અમેરિકાના ફર્સ્ટ પેટ્રિઅટસની વિક્રમ સર્જક તેવા ટૂંકા સમયમાં નિયુક્તિ કરાવી છે. ટ્રમ્પે આ સાથે વધુમાં લખ્યું કે, ગોર એક ગાઢ અંગત મિત્ર પણ છે. તેઓ મારા મેઇક અમેરિકા ફર્સ્ટ આંદોલનમાં સક્રિય રીતે જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે તે સમયનાં અખંડ સોવિયેત સંઘનાં એક સંઘટક રાજ્ય ઉઝબેકીસ્તાનમાં પાટનગર તાશ્કંદમાં ૧૯૮૬ના નવેમ્બરે તેઓનો જન્મ થયો હતો. સર્જિયસ તે તેઓનું નામ છે. ફૂલ નામ (અટક) ગોરો ખોવસ્કી છે. જે ટુંકાવીને ગોર કરી નખાયું છે. તેઓના પિતાશ્રી યુરી ગોરોખોવસ્કી સહકુુુટુંબ લોસ એન્જલસમાં સ્થિર થયું. ત્યાં તેઓને શાળામાં અભ્યાસ કર્યો. ત્યાર પછી જ્યોર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો.
તેઓનાં માતૃશ્રી યહૂદી છે, પિતા યુરી ગોરો ખોવસ્કી એવિએશન એન્જિનિયર હતા, અને તે સમયનાં સોવિયેત સંઘ માટેના યુદ્ધ વિમાનોની ડીઝાઈન તેઓએ રચી હતી.
૨૦૦૮ના પ્રમુખ નિર્વાચીન આંદોલનમાં ગોરે સેનેટર જ્હોન મેક કેઇન માટે કાર્ય કર્યું હતું. તેઓ રીપબ્લિકન નેશનલ કમીટીના સભ્ય પદે પણ હતા. ૨૦૨૦માં ટ્રમ્પ વતી સક્રિય બની રહ્યા અને ૨૦૨૪માં ટ્રમ્પ પ્રમુખ પદે નિર્વાચિત થયા પછી તેઓને વ્હાઇટ હાઉસ પ્રેસિડેન્શ્યલ પર્સોનેલ ઓફીસના ડીરેકટર પદે નિયુક્ત કરાયા હતા. તેવા આ ગોરને ભારત ખાતે રાજદૂત તરીકે નિયુક્ત કરવા પાછળ ટ્રમ્પનો તે પણ હેતુ હોઈ શકે કે અત્યારે ભારત અને અમેરિકા વચ્ચેના તંગ સંબંધો સમયે ભારત સહિત સમુદ્ર દક્ષિણ એશિયા (ભારતીય ઉપખંડ) તેમજ મધ્ય એશિયા અંગે તેઓ ગહન જ્ઞાાન ધરાવે છે.