Get The App

શું ઋષિ સુનક બનશે બ્રિટનના વડાપ્રધાન, શા માટે માત્ર 40 દિવસમાં લિઝ ટ્રૂસને હટાવવાની માંગ?

Updated: Oct 18th, 2022

GS TEAM

Google News
Google News
શું ઋષિ સુનક બનશે બ્રિટનના વડાપ્રધાન, શા માટે માત્ર 40 દિવસમાં લિઝ ટ્રૂસને હટાવવાની માંગ? 1 - image

- 6 સપ્ટેમ્બરના રોજ લિઝ ટ્રુસ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા હતા 

ટ્રુસ સરકાર ઉપર હવે સંકટ ફરી રહ્યું છે

ટ્રુસ સરકાર મોંઘવારીને કાબૂમાં લેવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે

ટ્રુસ ની આર્થિક નીતિઓ જેના વિશે ઋષિ સુનક ચેતવણી આપતા હતા

નવી દિલ્હી,તા.18 ઓક્ટોબર 2022,મંગળવાર

6 સપ્ટેમ્બરના રોજ લિઝ ટ્રુસ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા. તેમને સત્તા સંભાળ્યાને માત્ર 42 દિવસ થયા છે. આ સમય દરમિયાન બ્રિટિશની રાજનીતિમાં એટલું બધું બન્યું છે કે તેમને હટાવવાની અટકળો શરૂ થઈ ગઈ છે. આ બધાની વચ્ચે નવા વડાપ્રધાનને લઈને જે નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે ઋષિ સુનક. ભારતીય મૂળના સુનક સાંસદોના અગાઉ વોટિંગમાં ટ્રસ કરતા  આગળ હતા. પ્રચાર દરમિયાન, ટ્રુસની આર્થિક નીતિઓ જેના વિશે ઋષિ સુનક ચેતવણી આપતા હતા. આ સમગ્ર મામલે સુનકે અત્યાર સુધી મૌન સેવ્યું હતું.

ટ્રસ સરકાર ઉપર સંકટ કેમ ફરી રહ્યું છે?

વડા પ્રધાન પદ માટેના તેમના પ્રચાર દરમિયાન લિઝ ટ્રુસ એ અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે જે વચનો આપ્યા હતા તે હવે તેમના ગળાનો ફાંસો બની  ગયી છે. ટ્રસ સરકાર મોંઘવારીને કાબૂમાં લેવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે.

કાસી કાર્ટેંગ કોણ છે?

બ્રિટનના નાણામંત્રી કાસી કાર્ટેંગ 14 ઓક્ટોબરે વડા પ્રધાન લિઝ ટ્રુસ દ્વારા બરખાસ્ત કર્યા. કાર્ટેંગ માત્ર 38 દિવસ સુધી આ પદ પર રહ્યા. બ્રિટનમાં નાણાપ્રધાન માટે આ બીજી સૌથી ટૂંકી મુદત હતી. ઇયાન મૈકલિયોડનો કાર્યકાળ તેમના કરતા ઓછો રહ્યો છે. નાણામંત્રી બન્યાના 30 દિવસ બાદ મેકલિયોડનું 1970માં અવસાન થયું.

નાણામંત્રી તરીકે કાર્ટેંગ એ કયા નિર્ણયો લીધા?

બ્રેક્ઝિટ સમર્થક કાર્ટેંગ બ્રેકિજટ પછી બોરિસ જોનસનનું સમર્થન કર્યું હતું. કાર્ટેંગ જોનસનની સરકારમાં રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. જોનસનના રાજીનામા પછી, કાર્ટેંગ લિજ ટ્રુસની ઉમેદવારીને સમર્થન આપ્યું.