પાકિસ્તાનના સૈન્યને ભારતીય સરહદ સુધી ધકેલી દઇશું : તાલિબાન

પાક.ના હવાઇ હુમલા બાદ તાલિબાનની ધમકી
કતારમાં અફઘાનિસ્તાન અને પાક.ના સંરક્ષણ મંત્રીઓની બેઠક, બન્ને દેશો શસ્ત્ર વિરામ માટે સંમત
અફઘાનિસ્તાનના ડેપ્યુટી મંત્રી અને તાલિબાની નેતા મૌલવી મુહમ્મદ નબીએ કહ્યું હતું કે જો હુમલાના પ્રયાસ થયા તો પાકિસ્તાની સૈનિકોને ખદેડીને ભારતીય સરહદ સુધી પહોંચાડી દઇશું. જો અફઘાનિસ્તાન અને લોકોના ધાર્મિક આદેશથી હુમલો જાહેર કરી દેવામાં આવ્યો તો હું સોગંદ ખાવ છું કે અમે પાકિસ્તાની સૈન્યને ભારતીય સરહદ સુધી ક્યાય પણ સુરક્ષા નહીં મળે તેવા હાલ કરી નાખીશું.
બીજી તરફ એક સપ્તાહ સુધી સામસામે હુમલા બાદ અંતે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બન્ને શસ્ત્ર વિરામ માટે સંમત થયા છે. તુર્કીએ આ બન્ને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા બેઠકનું આયોજન કર્યું હતું જેમાં પાકિસ્તાન તરફથી તેમના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ અને અફઘાનિસ્તાન-તાલિબાન તરફથી સંરક્ષણ મંત્રી મુલ્લા મુહમ્મદ યાકૂબનું ડેલિગેશન સામેલ થયું હતું. તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે અગાઉ ૪૮ કલાક માટે જ શસ્ત્ર વિરામ થયું હતું, જોકે ૪૮ કલાક પૂર્ણ થાય તે પૂર્વે જ પાકિસ્તાને હવાઇ હુમલા કરી દીધા હતા. એવામાં હાલમાં જે શસ્ત્ર વિરામની જાહેરાત કરવામાં આવી છે તે કેટલો સમય ટકશે તેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે.









