'ટારગેટ પૂરો ન થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે....' ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ પુતિનની ચોખ્ખી વાત
Donald Trump and Putin News : રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાનો દાવો કરનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વધુ એક ઝટકો આપ્યો છે. ગુરુવારે ટ્રમ્પે પુતિન સાથે ફોન પર રશિયા-યુક્રેન યુદ્ધ વિશે વાત કરી હતી, પરંતુ રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના લક્ષ્યો પ્રાપ્ત કર્યા વિના પાછળ નહીં હટે.
રશિયાએ શું કહ્યું?
આ વાતચીત વિશે માહિતી આપતા ક્રેમલિને જણાવ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત દરમિયાન કહ્યું હતું કે રશિયા યુક્રેન સામે પોતાનું અભિયાન ચાલુ રાખશે જ્યાં સુધી બધા લક્ષ્યો પ્રાપ્ત ન થાય.
રશિયાની ચોખ્ખી વાત
એક કલાક સુધી ચાલેલી આ વાતચીત પછી, ક્રેમલિનના વિદેશ નીતિ સલાહકાર યુરી ઉષાકોવે પત્રકારોને જણાવ્યું હતું કે મોસ્કો ચાલુ સંઘર્ષનો રાજદ્વારી ઉકેલ શોધવાનો પ્રયાસ ચાલુ રાખશે, પરંતુ તેના મૂળ કારણોને અવગણશે નહીં.
રાજકીય ઉકેલ માટે પણ તૈયાર પુતિન
ઉષાકોવે કહ્યું કે ટ્રમ્પ દ્વારા યુદ્ધને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવા માટે યુદ્ધવિરામની અપીલ કરાઈ હતી જેને પુતિને નકારી કાઢી હતી. આ યુદ્ધને લગભગ સાડા ચાર વર્ષ થઈ ગયા છે. તેમણે કહ્યું છે કે અમે કિવ સાથે રાજકીય વાતચીત દ્વારા ઉકેલ લાવવા માટે તૈયાર છીએ.