Get The App

શું કેનેડાને પ્રથમ હિન્દુ વડાપ્રધાન મળશે? ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ દાવેદારી નોંધાવી

Updated: Jan 10th, 2025

GS TEAM

Google News
Google News
શું કેનેડાને પ્રથમ હિન્દુ વડાપ્રધાન મળશે? ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ દાવેદારી નોંધાવી 1 - image


Canadian MP Chandra Arya: કેનેડામાં જસ્ટિન ટ્રુડોના રાજીનામા પછી શું આગામી ચૂંટણી પછી કેનેડામાં પહેલીવાર હિન્દુ વડાપ્રધાન મળશે? આ સવાલ એટલા માટે ઊઠી રહ્યો છે કારણ કે કેનેડામાં ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ વડાપ્રધાન પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે.

1867થી કેનેડામાં 23 વડાપ્રધાનો બદલાયા

ચંદ્ર આર્ય હાલમાં કેનેડામાં સાંસદ છે, તેમના દાવાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે, કારણ કે વર્ષ 1867થી કેનેડામાં 23 વડાપ્રધાનો બદલાયા છે. પરંતુ આજ સુધી કોઈ હિન્દુ, શીખ કે મુસ્લિમ વ્યક્તિ કેનેડાના વડાપ્રધાન બન્યા નથી.

આ પણ વાંચો: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિએ ભારત-ચીનને ચેતવ્યાં, વસતીમાં ઝડપી ઘટાડાની આશંકા વ્યક્ત કરી


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને ચંદ્ર આર્યએ લખ્યું કે, 'હું કેનેડાના આગામી વડાપ્રધાન બનવા માટે આપણા દેશનું પુનર્નિર્માણ કરવા અને આવનારી પેઢીઓ માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી લડી રહ્યો છું. હું આવી સરકારનું નેતૃત્વ કરવા તૈયાર છું. આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. એવી સમસ્યાઓ જે પેઢીઓથી જોવા મળી નથી. આનો ઉકેલ લાવવા માટે કઠિન પસંદગીઓની જરૂર પડશે.'

'જો આગામી પક્ષ મને પસંદ કરે તો...'

ચંદ્ર આર્યએ વધુમાં લખ્યું કે, 'મેં હંમેશા કેનેડાના લોકો માટે શ્રેષ્ઠ કામ કરવા માટે સખત મહેનત કરી છે. આપણા બાળકો અને પૌત્ર-પૌત્રીઓના ભલા માટે સાહસિક નિર્ણયો લેવા જોઈએ. જો હું લિબરલ પાર્ટીનો આગામી નેતા ચૂંટાઈશ, તો હું મારા જ્ઞાન અને કુશળતાનો ઉપયોગ કરીને આમ કરી શકું છું.'

કોણ છે કેનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્ય?

ચંદ્ર આર્ય મૂળ કર્ણાટકના છે. મે 2022માં કેનેડાની સંસદમાં તેમની માતૃભાષા, કન્નડમાં ભાષણ આપતો તેમનો એક વીડિયો વાયરલ થયો હતો. કેનેડાના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં નેપિયન, ઓન્ટારિયોના ચૂંટણી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા ચંદ્ર આર્ય કર્ણાટકના તુમકુટ જિલ્લાના વતની છે. તેમણે કૌશલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો અને વર્ષ 2006માં કેનેડા ગયો હતા, રાજકારણમાં પ્રવેશતા પહેલા, આર્ય ઇન્ડો-કેનેડા ઓટાવા બિઝનેસ ચેમ્બરના પ્રમુખ હતા. જ્યારે તેમણે કન્નડમાં ભાષણ આપ્યું, ત્યારે ભારતના ઘણાં રાજકારણીઓએ તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ચંદ્ર આર્યએ ઘણી વખત ખાલિસ્તાની આતંકવાદીઓનો વિરોધ કર્યો છે.

શું કેનેડાને પ્રથમ હિન્દુ વડાપ્રધાન મળશે? ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ દાવેદારી નોંધાવી 2 - image

Tags :