Get The App

શું અમેરિકા ઓનલાઇન અભ્યાસ કરતા વિદેશી સ્ટુડન્ટસને પાછા મોકલશે ?

અમેરિકામાં ૧૦ લાખથી વધુ વિદેશી સ્ટુડન્ટસ અભ્યાસ કરે છે.

અમેરિકામાં રહેવા વ્યકિતગત રીતે કલાસમાં હાજરી જરુરી

Updated: Jul 7th, 2020

GS TEAM

Google News
Google News
શું અમેરિકા ઓનલાઇન અભ્યાસ કરતા વિદેશી સ્ટુડન્ટસને પાછા મોકલશે ? 1 - image


ન્યૂયોર્ક, 7,જુલાઇ,2020,મંગળવાર

વિશ્વમાં કોરોના સંક્રમણનો ગઢ બની ગયેલા અમેરિકામાં ઓન લાઇન અભ્યાસ કરતા સ્ટુડન્ટ નહી રહી શકે એવો નિર્ણય કરવામાં આવ્યો છે. આથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશથી અમેરિકા આવેલા સ્ટુડન્ટસને આંચકો લાગ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોના મહામારી ફેલાતા સ્કૂલો, કોલેજ અને યૂનિવર્સિટીમાં અભ્યાસ બંધ કરવામાં આવ્યો છે અને તેના સ્થાને શિક્ષણ ઓનલાઇન થઇ ગયું છે. યૂ એસ ઇમિગ્રેશન અને કસ્ટમ સિસ્ટમ ઇન્ફોર્સમેન્ટ વિભાગના એક નિવેદનમાં જણાવ્યું હતું કે નોન ઇમિગ્રેન્ટ એફ-૧ અને એમ-૧ સ્ટુડન્ટસનો સમગ્ર અભ્યાસ ઓનલાઇન ચાલી રહયો છે. જે ઓનલાઇન કોર્સનું પુરો લાભ ઉઠાવી નથી શકતા તેમને અમેરિકામાં રહેવાની મંજુરી મળશે નહી.

શું અમેરિકા ઓનલાઇન અભ્યાસ કરતા વિદેશી સ્ટુડન્ટસને પાછા મોકલશે ? 2 - image

આનો અર્થ કે જે અમેરિકામાં સ્ટુડન્ટસ વિઝા પર હતા અને હવે શિક્ષણ ઓનલાઇન મોડેલ પર આવી ગયું છે તેમણે પોતાના દેશ પાછા જવું પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર એસ ઇમિગ્રેશન અને કસ્ટમ ઇન્ફોર્સમેન્ટે એમ પણ જણાવ્યું  છે કે ઓનલાઇન અભ્યાસ કરતા સ્ટુડન્ટસે દેશ છોડવો જોઇએ અથવા તો જયાં ફિઝિકલી હાજરી જરુરી હોય તે સ્કૂલ કે ઇન્સ્ટીટયૂટમાં ટ્રાન્સફર થવું જોઇએ જેથી કરીને કાયદેસર રીતે અમેરિકામાં રહી શકે. જો એમ નહી થાય તો કાર્યવાહી પણ થઇ શકે છે.

આઇસીઇએ એમ પણ જણાવ્યું કે  જે સ્કુલ માત્ર ઓનલાઇન જ ચાલે છે તે વિદેશી સ્ટુડન્ટસના હવે પછીના સેમેસ્ટરના વીઝા પણ માન્ય રાખવામાં આવશે નહી. ઓનલાઇન અને વ્યકિતગત રીતે કલાસમાં હાજર રહીને અભ્યાસ કરતા સ્ટુડન્ટસનો ડેટા યૂનિવર્સિટીએ રજૂ કરવો પડશે. જો કે વિદેશી સ્ટુડન્ટસને અમેરિકામાં ઓનલાઇન અભ્યાસ નહી કરવા દેવાના નિર્ણયની ટીકાઓ પણ થઇ છે. 

શું અમેરિકા ઓનલાઇન અભ્યાસ કરતા વિદેશી સ્ટુડન્ટસને પાછા મોકલશે ? 3 - image

સેનેટર બર્ની સેંડર્સે ટવીટ્ કરીને વાઇટ હાઉસની ક્રુરતા ગણાવી છે. વિદેશી સ્ટુડન્ટસને કલાસમાં જવાની અથવા તો ડિપોર્ટ થવાની ધમકી આપવામાં આવી રહી છે. હાવર્ડ યૂનિવર્સિટીનું કહેવું છે કે ૪૦ ટકા અંડર ગ્રેજયુએટ સ્ટુડન્ટસને કેમ્પસમાં પાછા આવવાની અનુમતિ નથી પરંતુ તેમને માર્ગદર્શન અને સૂચના ઓનલાઇન આપવામાં આવશે. એક માહિતી મુજબ અમેરિકામાં ૧૦ લાખ જેટલા વિદેશી સ્ટુડન્ટસ અભ્યાસ કરે છે જે અમેરિકાના કુલ ઉચ્ચ શિક્ષણના ૫.૫ ટકા જેટલા છે. વિદેશી સ્ટુડન્ટસ અમેરિકામાં કરીને ૫૦ અબજ ડોલરની આવક આપે છે. અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ માટે આવતા સ્ટુડન્ટસમાં સૌથી વધુ ચીન ,ભારત દક્ષિણ કોરિયા,સઉદી અરેબિયા અને કેનેડાથી આવે છે.


Tags :