શું ઓસ્ટ્રેલિયામાં જંગલની આગ 3 અબજ જાનવરોને ભરખી ગઇ હતી ?
વર્લ્ડ લાઇડ ફોર નેચર દ્વારા થયેલા આયોગની રચનાનું ચોંકાવનારૂ તારણ
25 કરોડ જેટલા જાનવર માત્ર ન્યૂ સાઉથ વેલ્સ અને વિકટોરિયામાં મર્યા હતા
મેલબોર્ન,૨૦, જુલાઇ, ૨૦૨૦, મંગળવાર
ગત વર્ષ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગથી હાહાકાર મચી ગયો હતો.સપ્ટેમ્બર ૨૦૧૯ થી ફેબુ્રઆરી ૨૦૨૦ સુધી ભયાનક આગે સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું લાખો વૃક્ષો અને અમૂલ્ય વન સંપતિનો નાશ થયો હતો. સપ્તાહો સુધી આ આગને કાબુમાં લાવી શકાઇ ન હતી. આ આગમાં ઓલવાના પ્રયાસમાં ૩૩ લોકોના મોત થયા હતા. નાના જીવો, સુક્ષ્મજીવોથી માંડીને મોટા જાનવરો પણ કુદરતી સંરક્ષણ ગણાતું જંગલ બળવાથી મોતને ભેટયા હતા. જાન્યુઆરીમાં જંગલની આગની લપેટોમાં ૨૫ કરોડ જેટલા જાનવર માત્ર ન્યૂ સાઉથ વેલ્સ અને વિકટોરિયામાં માર્યા ગયા હતા.
ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ આધુનિક સમયની સૌથી ખતરનાક આગ હોવાથી તેના માટે વર્લ્ડ લાઇડ ફોર નેચર દ્વારા એક આયોગનું ગઠન કરવામાં આવ્યું હતું તેમાં જીવ સૃષ્ટિને થયેલા નુકસાનના ચોંકાવનારા આંકડા મળી રહયા છે. અંદાજે ૧૧.૪૬ લાખ હેકટર વિસ્તારમાં આગ લાગી હતી.ઓસ્ટ્રેલિયાની યૂનિવર્સિટીના વૈજ્ઞાાનિકોનું તો અનુમાન છે કે અંદાજે ૩ અબજ જાનવરો જંગલની આગમાં સ્વાહા થયા હતા. તમામ પ્રકારના જીવોમાં ૩૦ ટકા એવા હતા જેમણે પોતાનું પ્રાકૃતિક આવાસ ગુમાવ્યું હતું. જો કે કેટલાક જાનવરોએ આગના કારણે સ્થળાંતર કર્યુ હતું પરંતુ તે સ્થળ બદલીને પણ ખોરાકના અભાવે ભૂખે મર્યા હોવા જોઇએ. આ આંકડા જાનવરોની સંખ્યા અને ઘનત્વના આધારે તૈયાર કરવામાં આવ્યા છે.
નવાઇની વાત તો એ છે કે આમાં જાનવરોમાં માછલી અને કાચબા જેવા જાનવરોમાં સમાવેશ થતો નથી. જો એમનો સમાવેશ કરવામાં આવે તો અબજોની સંખ્યામાં જીવો નાશ પાંમ્યા હતા. આગ માટે ગ્લોબલ વોર્મિગને જવાબદાર ગણવામાં આવે છે પરંતુ ઓકટોબર માસમાં રિપોર્ટ પ્રકાશિત થશે ત્યારે તેના વિશે વિગતે જાણવા મળશે. જંગલની જીવ સૃષ્ટિના રી હેબિલટેશન માટે અબજો ડોલરની સહાય અને વર્ષો સુધી મહેનત કરવી પડશે. ઓસ્ટ્રેલિયાની આગ દુનિયાના ફેફસા ગણાતા એમેઝોન જેવા ફોરેસ્ટ માટે પણ ચેતવણી સમાન છે.