અમેરિકાનાં ન્યૂજર્સીમાં દાવાનળ ભભૂક્યો, ધૂમાડો એટલો વ્યાપક કે ફીલાડેલ્ફીયાના લોકો ગૂંગળાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

USA Fire News : ન્યૂજર્સી રાજ્યની બર્લિંગ્ટન કાઉન્ટીમાં દાવાનળ ફાટી નીકળતાં હવા ધૂમાડાથી ભરાઈ ગઈ હતી. 3250 એકરમાં ફેલાયેલી આગના ધૂમાડાને લીધે હવામાં 30 ટકા જેટલા કાર્બનકણ પ્રસરતાં ફીલાડેલ્ફીયા શહેરમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવો પડયો હતો. લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.
જંગલની આ આગને લીધે આસપાસની ભૂમિ પણ 'શેકાઈ' ગઈ હતી. બીજી તરફ આગ કાબુમાં આવવાને બદલે વધુને વધુ વ્યાપક બની રહી છે. પરિણામે આસપાસના વિસ્તારોમાં પણ એર ક્વોલિટી ઘણી જ ખરાબ બની ગઈ છે.
એટલાન્ટિક મહાસાગરને સ્પર્શીને રહેલાં આ રાજ્યમાં વ્યાપક વિસ્તારોમાં વાતાવરણ ધૂંધળું બની રહ્યું હતું. હવામાન એટલું પ્રદૂષિત બની ગયું કે તેથી નાના બાળકો અને વૃદ્ધોને તો શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી હતી, જ્યારે યુવાનો અને યુવતીઓને પણ મુંઝારો થઈ રહ્યો હતો.
અમેરિકામાં વારંવાર વડવાનલ જંગલની આગ પ્રસરી રહે છે થોડા સમય પૂર્વે જ લોસ એન્જલસમાં વ્યાપક દાવાનળ ભભૂકી ઉઠયો હતો તે માટે અસામાન્ય ગરમી અને વૃક્ષોનાં પરસ્પર સાથેનું ઘર્ષણ ભલે જવાબદાર કહેવાતું હોય પરંતુ સાથે તે સતત યાદ રાખવું જોઈએ કે, જંગલમાં મંગલ કરવા માટે ઘણા કુટુમ્બો જાય છે તેઓ સ્ટવ સળગાવે છે. સીગારેટ પીવે છે. સીગરેટ સળગાવવા માટેની દીવાસળી પૂરી બૂંઝાઈ ન હોય ત્યાં ફેંકી દે છે, પરિણામે નીચે પડેલા સૂકાં પાન સળગી છેવટે દાવાનળ પ્રગટાવે તે પણ સંભવિત છે.








