- 'આ અંતિમ યુદ્ધ છે : પહેલવી પાછા આવશે જ'ના નારા
- દિવંગતના ક્રાઉન પ્રિન્સે શાંતિમય દેખાવો કરવા અનુરોધ કર્યો, તેમજ દેખાવો રાત્રે યોજવા પણ કહ્યું : દેખાવકારોએ પોલીસ સામે ગોળી છોડી
નવી દિલ્હી, તહેરાન : છેલ્લા કેટલાએ દિવસોથી ઈરાનમાં ચાલી રહેલા રમખાણોએ ઘણુ ઉગ્ર રૂપ લીધુ છે. તેનો વીડીયો વાયરલ થઈ રહ્યો છે.
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અવિયામેની સામે લોક જુવાળ જાગ્યો છે. તહેરાન, મશનદ, ઇરફહાન સહિત અનેક શહેરોમાં લોકો વિશાળ સંખ્યામાં સડકો ઉપર ઉતરી પડયા છે. જો કે તહેરાન અને મશદમાં તોફાનો શાંતિમય રહ્યા છે. પરંતુ અન્ય શહેરોમાં તો તોફાનો હાથ બહાર ગયા છે. અમદાવાદ સિવાય ઝૂલતા મીનારા ધરાવતું અરેબીયન નાઇટસના શહેર સ્ફાહાનમાં તો હિંસક પ્રદર્શનો થયા છે. સુરક્ષા દળોની સામે લોકો ખરા અર્થમાં રણે ચઢયા છે. લાઠીઓ જ નહીં ગોળીબારોનો સામનો ગોળીબારથી કરી રહ્યા છે.
તેવામાં એક ૬૧ વર્ષીય મહિલા એકટીવીસ્ટે પત્રકારને સખત વાગ્યું હોવાથી મોંમાંથી લોહી નીકળતું હતું. લોહી નીકળતાં મોંએ તેઓએ કહ્યું, હું મોતથી ડરતી નથી. હું તો ૪૭ વર્ષ પહેલા મરી ચૂકી છું. ૪૭ વર્ષ પૂર્વે ઇસ્લામિક રીપબ્લિકે ઈરાન પર કબજો જમાવી અમારા (મહિલાઓના) અધિકારો આંચકી લીધા છે. સમગ્ર દેશને બંધક બનાવી દીધો છે. આજે લોકો પાસે ગુમાવવા જેવું કશું જ નથી બચ્યું પરંતુ હવે લોકો જાગ્યા છે. ઈરાન આગળ વધી રહ્યું છે.
દરમિયાન દેશવટો ભોગવતા જ જન્નત નશીન થયેલા શહેનશાહના ક્રાઉન પ્રિંસ રેઝા શાહપહેલવી એ દેખાવકારોને શાંતિમય રીતે વિરોધ પ્રદર્શિત કરવાનું કહેતાં, તેમ પણ જણાવ્યું હતું કે, દેખાવો રાત્રીના ૮ પછી જ યોજવા. આથી તહેરાન સહિત ઈરાનના દરેક શહેરોમાં દેખાવો રાત્રીના ૮ પછી શરૂ થતા ખામેયીના નેતૃત્વ નીચેની સરકાર ખરા અર્થમાં ભીંસાઈ ગઈ છે. લોકો નારા લગાવતા હતા. આ અંતિમ યુદ્ધ છે. પહેલવી પાછા આવશે જ. લોકોએ સીસીટીવી કેમેરા પણ હઠાવી લીધા હતા.
તુર્કી સહિત અનેક દેશોએ તહેરાનની ફલાઇટ કેન્સલ કરી છે.


