શેખ હસીના સામેના આરોપોના ચુકાદા પહેલાં વ્યાપક રમખાણો : સમગ્ર ઢાકા શહેર કિલ્લેબંધ કરાયું

- હસીનાના આવામી લીગ કાર્યકરો સાથે જનતા પણ જોડાઈ
- ઢાકા ઉપરાંત, ગાઝીપુર, બ્રહ્મન બારિયા વગેરે શહેરોમાં સંપૂર્ણ હડતાલ : ક્રૂડ બોમ્બ મોલો ટોપ કોકટેઇલના વ્યાપક હુમલાઓ
ઢાકા : ભારતમાં રાજ્યાશ્રય લઇ રહેલાં બાંગ્લાદેશનાં પદભ્રષ્ટ વડાપ્રધાન સામે બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસનાં નેતૃત્વ નીચે સરકારે તઓ ઉપર મનઘડંત આક્ષેપો મુકી ઇન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલમાં અનેકાનેક કેસો દાખલ કર્યા છે. જેમાં માનવ હત્યાઓ અને દેશ વિરૂદ્ધ ષડયંત્રો કરવાના સૌથી વધુ ગંભીર આરોપો સમાવિષ્ટ છે. તે અંગે તા. ૧૭મી નવેમ્બરે ચુકાદો આવવાના છે. પરંતુ બાંગ્લાદેશની જનતા પણ જાણે છે કે આ આક્ષેપો ઊભા કરાયેલા છે. શેખ હસીના તેઓનાં પિતાશ્રી બંગ બંધુ શેખ મુજબ ઉર રહેવાની સ્થાયેલી આવામી લીગનાં નેતા છે. તેઓ ઉપર મનઘડંત આરોપો મુકી ચલાયેલા કેસો સામે, તેઓનાા પક્ષના કાર્યકરો ઝનૂને ચઢ્યા છે. તેઓએ ઢાકા ઉપરાંત, ગાઝીપુર, બ્રહ્મમન બારિયા જેવાં શહેરોમાં વ્યાપક રમખાણો શરૂ કરી દીધાં છે. તેમાં જનતા પણ જોડાણી છે. કારણ કે તેઓને ખાતરી છે કે ત્યાં કોર્ટો પણ સરકારની કઠ પુતળી છે.
રમખાણોએ ક્રૂડ બોમ્બ તેમજ મોલોટોપ કોકટેઇલ (સિવિલ વિશ્વ યુદ્ધ સમયે રશિયાના વિદેશ મંત્રી મોલોટોપે કાચના શીશામાં પેટ્રોલ ભરી પેટ્રોલથી પલાળેલી વાટ સળગાવી તે શીશા જર્મન સૈનિકો તરફ ફેંકતા હતા. તેથી શીશો ફૂટતાં આગ ફેલાતી હતી) સાથે પોલીસ તથા બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડઝ (બીબીજી)નો સામનો કરી રહ્યા છે. ટીયર ગેસના ટોટા સામે ભીનો કપડાંથી પોતાને બચાવી રહ્યા છે. (ટીયર ગેસ ભીના કપડાંમાં શોષાઈ જાય છે)
અત્યારે યુનુસ સરકારે ઢાકાને રીતસર કીલ્લેબંધ કરી દીધું છે. તેમ ઢાકાનું દૈનિક ડેઇલી સ્ટાર જણાવે છે. તેના અહેવાલ પ્રમાણે ઢાકા સહિત મોટાભાગનાં શહેરોમાં વ્યાપારીઓએ સખત હડતાલ પાડી દીધી છે.
બ્રાહ્મન બારિયામાં રમખાણકારો મોહમ્મદ યુનુસે શરૂ કરેલી ગ્રામીણ બેજુની શાખામાં ઘૂસી ગયા હતા અને તેનાં ફર્નીચર તથા લેજર્સ વગેરેને આગ ચાંપી દીધી હતી.
ઢાકામાં રમખાણકારોએ કેટલીયે બસો અટકાવી તેમાં રહેલા કોમ્પ્યુટર્સ (પેસેન્જર્સ)ને ઉતારી બસોને આગ ચાંપી દીધી હતી. ઢાકા મૈમાન સિંઘ હાઈવે ઉપર પણ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટની બસોને અટકાવી પેસેન્જર્સને ઉતારી બસોને આગ ચાંપી દીધી હતી.
ઢાકાની પરિસ્થિતિ હાથ બહાર જવા આવી છે. તેમ કબુલતાં પોલીસ જણાવે છે કે ઢાકાનાં પરાં તેજગાંવ સ્ટેશને ટોળાંએ ટ્રેનના કોચને પણ સળગાવી દીધો હતો.
પોલીસ વધુમાં જણાવે છે કે ઢાકામાં જુદાં જુદાં ૧૭ સ્થળોએ બોમ્બબ્લાસ્ટ થયા હતા. એક બોમ્બ બ્લાસ્ટ ઢાકા યુનિવર્સિટી પાસે જ થયો હતો. તેથી ત્રણ જણને ઇજાઓ થઇ હતી. એક મોલમાં ડોક્યુમેન્ટરી સ્ક્રીન થઇ રહી હતી. ત્યાં પણ રમખાણકારોએ હુમલા કર્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે (શેખ હસીનાની) પ્રતિબંધિત પાર્ટી આવામી લીગનાં ૪૪ કાર્યકરોની (નેતાઓની) ધરપકડ કરાઈ છે. તેમજ તે પાર્ટી સાથે જોડાયેલી પાર્ટીઓના પણ નેતાઓની ધરપકડ કરાઈ છે.તે સંખ્યા ૨૯ જેટલી થવા જાય છે. પોલીસે કહ્યું હતું કે ઢાકાનાં એક ઘરમાંથી ક્રૂડ બોમ્બ અને પેટ્રોલ બોમ્બનો મોટો જથ્થો પકડાયો છે.
ટૂંકમાં યુનુસ સરકાર સામે જ જનતા ક્રોધે ભરાઈ છે.
યુનિસે મોંઘવારી ઘટાડવા બેકારી દૂર કરવા અને ખાદ્ય પદાર્થોની અછત દૂર કરવા આપેલાં વચનોમાંથી એક પણ વચન પાળી શકી નથી. વળી ભારત સાથેના સંબંધો બગડવાથી તેના વેપાર ઉદ્યોગોને પણ ભારે ફટકો પડયો છે. ઉદ્યોગો મોટા ભાગે હિન્દુઓના હાથમાં હતા. તે પૈકી ઘણા ઉદ્યોગપતિઓ દેશ છોડી ભારત પહોંચી જતાં ઉદ્યોગો ઠપ્પ રહેતાં બેકારી વધી છે. તેમજ દેશમાં આર્થિક પરિસ્થિતિ તદ્દન કથળી છે. આથી યુવાનો રોષે ભરાયા છે તેમાં શેખ હસીના સામેના કેસના સંભવિત ચુકાદાએ બળતામાં ઘી હોમ્યું છે.

