વન ડે પ્લેઇંગ રેન્કિંગમાં કોહલી અને રોહિત શર્માના નામ કેમ બાકાત હતા? આવી ગયો આવો જવાબ

નવી દિલ્હી,૨૦ ઓગસ્ટ,૨૦૨૫,બુધવાર
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) દ્વારા બહાર પાડવમાં આવેલા વન ડે પ્લેઇંગ રેન્કિંગમાં ભારતના દિગ્ગજ ક્રિકેટ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીનું નામ બેટસમેન તરીકે ગાયબ થતા સોશિયલ મીડિયામાં વિવાદ સર્જાયો હતો. સૌથી નવાઇની વાત તો એ હતી કે બંને ખેલાડીઓ ટોપ-૧૦૦ બેટસમેનની રેન્કિંગમાં પણ ન હતા. અગાઉ બંને ખેલાડીઓ ટોપ ૫ માં સામેલ હતા પરંતુ અચાનક નવી યાદીમાં બાકાત થયા હતા.
શું આ કોઇ ટેકનિકલ ભૂલ છે કે આઇસીસી દ્વારા જાણી જોઇને કરવામાં આવ્યું છે તેની ચર્ચા વચ્ચે આઇસીસીએ ખુલાસો કર્યો છે. આઇસીસીએ બંને ખેલાડીઓનું નામ નહી હોવા માટે ટેકનિકલ ભૂલ ગણાવી છે. રોહિત અને વિરાટનું નામ કમી થયા હતા તેનો રેકિંગ યાદીમાં સમાવેશ થયો છે. આ સાથે જ ભારતીય વન ડે ટીમના કપ્તાન રોહિત શર્મા હાલ બીજા સ્થાને યથાવત છે. તેમના ખાતામાં ૭૮૪ રેન્કિંગ છે. વિરાટ ૭૩૬ અંકો સાથે ચોથા સ્થાન પર છે જયારે શુભમન ગીલ ૭૮૪ અંક સાથે નંબર વન વન ડે બેટસમેન છે. ભારતે છેલ્લે વન ડે મેચ માર્ચ ૨૦૨૫માં રમી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સાઉથ આફ્રિકામાં સ્પિનર કેશવ મહારાજ નવી યાદીમાં નંબર વન ડે બોલર છે.
મહારાજાએ ઓસ્ટ્રેલિયા વિરુધની ત્રણ વન ડે સીરિઝની પ્રથમ મેચમાં ૩૩ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. ભારતના સ્પિન બોલર કુલદીપ યાદવે શ્રીલંકાવા મહેશ તીક્ષ્ણાને પાછળ રાખી દીધો છે. કુલદિપ ઉપરાંત રવિન્દ્ર જાડેજા એક માત્ર ભારતીય બોલર છે જેનો ટોપ ટેનમાં સમાવેશ થાય છે. વેસ્ટ ઇન્ડિઝનો ઝડપી બોલર જેડન સીલ્સ પણ રેન્કિંગમાં મોટો કુદકો લગાવ્યો છે. જેડને પાકિસ્તાન સામેની ત્રણ વન ડે મેચની સીરીઝની છેલ્લી મેચમાં ૧૮ રન આપીેને ૬ વિકેટ મેળવી હતી. તે ૧૫ રેંક ઉપર આવીને ૧૮મું સ્થાન ધરાવે છે.








