Get The App

યુદ્ધ વચ્ચે રેસ્ક્યૂ કરાયેલા 5 યુક્રેની સિંહોનું ઈંગ્લેન્ડના બિગ કેટ પ્રાણી અભ્યારણ્યમાં કેમ સ્થળાંતર કરાયું?

Updated: Apr 2nd, 2025

GS TEAM

Google News
Google News
યુદ્ધ વચ્ચે રેસ્ક્યૂ કરાયેલા 5 યુક્રેની સિંહોનું ઈંગ્લેન્ડના બિગ કેટ પ્રાણી અભ્યારણ્યમાં કેમ સ્થળાંતર કરાયું? 1 - image

Ukrain Lion News : 5 સિંહોને એક યુક્રેની મહિલા દ્વારા ચલાવવામાં આવતા વાઇલ્ડ એનિમલ્સ રેસક્યૂ સેન્ટર દ્વારા બચાવવામાં આવ્યા હતા. અગાઉ 2022માં યુદ્ધ શરુ થયું ત્યારથી જ સેંકડો પાલતુ પ્રાણીઓ અને ઝુના પ્રાણીઓને બચાવવામાં આવ્યા હતા જેમાં વાઘ, દીપડા અને વરુઓનો પણ સમાવેશ થતો હતો. 

યુક્રેનમાં યુધ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા પાંચ સિંહોને આંતરરાષ્ટ્રીય સ્તર પર થયેલા પ્રયાસોના લીધે ઇગ્લેન્ડમાં નવું જીવનદાન મળ્યું છે. યુધ્ધના નગારા વચ્ચે એક સિંહ અને ચાર સિંહણનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. આ રેસ્કયુ કરાયેલા સિંહમાંથી એક સિંહ અને ત્રણ સિંહણને હમણાં ઇગ્લેન્ડના બિગ કેટ સેન્યુરીમાં શિફટ કરવામાં આવ્યા છે.

તે બેલ્ઝિયમમાં 12 કલાકની સફર કરીને ગંતવ્ય સ્થાને પહોંચ્યા હતા. ન્યુઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર પાંચ સિંહ વન્ય જીવોના ગેરકાયદેસર થતા વેપારના શિકાર બન્યા હતા. આ સિંહ કોઇ ઝુમાંથી નહી પરંતુ તેના માલિકોએ યુદ્ધ દરમિયાન અનાથ છોડી દીધા હતા. યુના નામની સિંહણ ઇંટવાળાની એક નાની કોઠરીમાં રાખવામાં આવ્યા હતા. 

યુદ્ધ વચ્ચે રેસ્ક્યૂ કરાયેલા 5 યુક્રેની સિંહોનું ઈંગ્લેન્ડના બિગ કેટ પ્રાણી અભ્યારણ્યમાં કેમ સ્થળાંતર કરાયું? 2 - image

આ સ્થળે યુધ્ધમાં છોડાયેલી મિસાઇલોનો કાટમાળ પડેલો હતો. એક એપાર્ટમેન્ટ નજીક રહેતી વાંડા સિંહણ એક એપાર્ટમેન્ટમાં કુપોષિત હાલતમાં મળી હતી. અમાની અને લીરાનો ઉપયોગ સ્થાનિક પ્રવાસીઓ ફોટા પડાવે તેના માટે થતો હતો. આ સિંહોને એક યુક્રેની મહિલા દ્વારા ચલાવવામાં આવતા વાઇલ્ડ એનિમલ્સ રેસ્કયુ સેન્ટર દ્વારા બચાવવામાં આવ્યા હતા.

અગાઉ 2022માં યુદ્ધ શરુ થયું ત્યારથી જ સેંકડો પાલતુ પ્રાણીઓ અને ઝુના પ્રાણીઓને બચાવવામાં આવ્યા હતા જેમાં વાઘ, દીપડા અને વરુઓનો પણ સમાવેશ થતો હતો. બિગ કેટ સેંન્ચ્યુરી પાસે સિંહોને રાખવાની કોઇ જ જગ્યા ન હતી. આથી મે 2024માં સામૂહિક ફાળો ઉઘરાવવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંર્તગત 6.5 લાખ ડોલર જમા થયા હતા.

 યુદ્ધ વચ્ચે રેસ્ક્યૂ કરાયેલા 5 યુક્રેની સિંહોનું ઈંગ્લેન્ડના બિગ કેટ પ્રાણી અભ્યારણ્યમાં કેમ સ્થળાંતર કરાયું? 3 - image

આ રકમ સિંહોના ઇલાજ અને નવા ઘર બનાવવામાં ખર્ચ કરવામાં આવી હતી. અભ્યારણ્યના સ્ટાફના જણાવ્યા અનુસાર સિંહોની વ્યકિતગત જરુરિયાતોના હિસાબે નવું ઘર તૈયાર કરવામાં આવ્યું છે. તે ધીમે ધીમે વાડાના વાતાવરણમાં અનુકૂલન સાધી રહયા છે.  સિંહોનું સ્વાસ્થ્ય સુધરી રહયું છે અને પ્રાકૃતિક રીતે વર્તન કરવા લાગ્યા છે તે જાણીને ખૂબ ખૂશ થયા છે.

વૈશ્વિક સ્તરે જંગલી બિલાડીઓના સંરક્ષણ અને બચાવ  માટે સમર્પિત કેન્ટ ગ્રામ્ય વિસ્તારના હ્વદયમાં સ્માર્ડેનમાં આવેલું છે. આ સેન્ચયુરીને વિશ્વ કક્ષાએ માન્યતા પ્રાપ્ત થયેલી છે જે જંગલી બિલાડીઓના સંરક્ષણ અને બચાવ માટે સમર્પિત છે. આ સેન્ચ્યુરીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રજાતિઓને બચાવવાની પ્રવૃતિ યુક્રેનના પાંચ સિંહ લાવ્યા પછી દુનિયાનું ધ્યાન ખેંચી રહી છે. 

યુદ્ધ વચ્ચે રેસ્ક્યૂ કરાયેલા 5 યુક્રેની સિંહોનું ઈંગ્લેન્ડના બિગ કેટ પ્રાણી અભ્યારણ્યમાં કેમ સ્થળાંતર કરાયું? 4 - image