World

ઇઝરાયેલની ડિફેન્સ સિસ્ટમને પણ ભેદીને ઇરાન કેમ હુમલા કરી શકયું છે ?

By GS TEAM
16 Jun 20252 mins read
ઇઝરાયેલની ડિફેન્સ સિસ્ટમને પણ ભેદીને ઇરાન કેમ હુમલા કરી શકયું છે ?

તેલઅવિવ,૧૬ જૂન,૨૦૨૫,સોમવાર 

ડિફેન્સ સિસ્ટમની વાત નિકળે ત્યારે ઇઝરાયલ આ ટેકનિકમાં ખૂબ આગળ છે. ઐતિહાસિક રીતે અરબ દેશો સાથે દૂશ્મનાવટ હોવાથી ઇઝરાયેલે એરો સિસ્ટમ, ડેવિડ્સ સ્લિંગ,આયરન ડોમ અને આયરન બીમ જેવી ડિફેન્સ સિસ્ટમ વિકસાવી છે. એરો સિસ્ટમ- અમેરિકાએ સાથે  મળીને એરો સિસ્ટમ વિકસિત કરી છે જે લાંબા અંતરની મિસાઇલોને રોકે છે. આની ક્ષમતા ઇરાન જે બેલેસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કરે છે તેને પણ રોકી શકે છે. ડેવિડ્સ સ્લિંગ ઇઝરાયેલે અમેરિકાની મદદથી તૈયાર કરી છે.

આ ડિફેન્સ સિસ્ટમ મધ્યમ અંતરની મિસાઇલોને રોકવામા વધુ સફળ થાય છે. એવી જ રીતે આયરન ડોમ અને આયરન બીબ પણ અત્યંત જાણીતી ડિફેન્સ સિસ્ટમો છે જે ઇઝરાયેલ માટે ગેમ ચેન્જર સાબીત થઇ શકે છે. આ ડિફેન્સ સિસ્ટમ એવી અભેદ માનવામાં આવતી હતી કે જેમાં કોઇ પણ દુશ્મન દેશની મિસાઇલનો પ્રવેશ થઇ શકે નહી. તેમ છતાં ઇરાને ડિફેન્સ સિસ્ટમ ભેદીને ૧૦૦ કરતા વધુ મિસાઇલ છોડીને ઇઝરાયેલને નુકસાન પહોંચાડયું છે. ઇઝરાયેલના ઇતિહાસમાં કોઇ પણ દેશે આટલો મોટો પ્રહાર કર્યો નથી. નિષ્ણાતોનું માનવું છે કે ઇરાને એક કરતા વધુ મિસાઇલો છોડીને ડિફેન્સ સિસ્ટમને છકાવી છે. ઇરાનની આ સ્ટ્રેટેજી કદાંચ કામ લાગી છે. 


ઇઝરાયેલી સેનાનું માનવું છે કે ઇરાન તરફથી છોડવામાં આવેલી મોટા ભાગની મિસાઇલોને આકાશમાં જ તોડી નાખવામાં આવી છે.જેમાંની કેટલીકે ઇઝરાયેલમાં ઘૂસીને ઇમારતોને નુકસાન પહોંચાડયું છે. ઇઝરાયેલી મીડિયા રિપોર્ટ અનુસાર આયરમ ડોમથી એક ઇન્ટરસેપ્શનનો ખર્ચ ૫૦ હજાર ડોલર જેટલો થાય છે જયારે બીજી સિસ્ટમના ઉપયોગનો ખર્ચ લગભગ ૨૦ લાખ ડોલર પ્રતિ મિસાઇલ થાય છે. ઇઝરાયેલી અધિકારીઓ માને છે કે આયરન બીમની મદદથી થોડાક ડોલરનો ખર્ચ કરીને મિસાઇલ હુમલો રોકી શકાશે. જો કે આ ડિફેન્સ સિસ્ટમ હજુ પણ વિકસિત કરવામાં આવી રહી છે પરંતુ તેને વ્યુહાત્મક સ્થળે ઇન્સ્ટોલ કરવામાં વાર લાગશે.