Get The App

ટ્રમ્પે આ વખતે બીજો 'સીઝ-ફાયર' ક્યાં સુધી આપશે તેવી સ્પષ્ટતા કેમ ન કરી ? તે પ્લાન હતો કે મજબૂરી હતી

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પે આ વખતે બીજો 'સીઝ-ફાયર' ક્યાં સુધી આપશે તેવી સ્પષ્ટતા કેમ ન કરી ? તે પ્લાન હતો કે મજબૂરી હતી 1 - image

- બે સપ્તાહનો યુધ્ધ વિરામ અચાનક અનિશ્ચિતકાળ સુધી ટ્રમ્પે લંબાવ્યો છે, તેના કારણો અંગે અનેક અટકળો ઊભી થઈ છે

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેનો યુધ્ધ વિરામ અનિશ્ચિત મુદત સુધી આગળ વધાર્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે, આનો હેતુ ઇરાન તેના જુદા જુદા પ્રસ્તાવો એકીકૃત કરી તેને વ્યવસ્થિત રીતે રજૂ કરી શકે તે માટે તેને સમય મળે તે છે. જો કે અમેરિકી પ્રમુખે તે નથી દર્શાવ્યું કે એ યુધ્ધ વિરામ ક્યાં સુધી ચાલશે ?

મંગળવારે જયારે ટ્રમ્પે તેઓના ટ્રુથ-સોશ્યલ પર કરેલા પોસ્ટમાં જણાવ્યું કે, આ એક વ્યવહારિક નિર્ણય હતો. ભલે દુનિયા તેમ માને કે, ઇરાન સામે હું ઝુકી ગયો છું, કે રણનીતિ ફરી ગોઠવાય યા 'સીઝ-ફાયર' લંબાવવામાં આવ્યો છે પરંતુ આ યુદ્ધ વૈશ્વિક અર્થતંત્રને અસર થાય છે. અમેરિકી અર્થતંત્રને તો સૌથી વધુ નુકસાન થાય છે. તેથી આ નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પની પ્રતિષ્ઠા અત્યારે સૌથી નીચી ગઈ છે. તેનું મેઇક-અમેરિકા - ગ્રેટ - અગેઇન સૂત્ર કારગત નીવડયું નથી. બીબીસી જણાવે છે કે, મિડલ-ઇસ્ટ - ઇન્સ્ટીટયુટના એક સિનીયર ફેલો બ્રાયન કૈટુબિલે કહ્યું હતું કે, ઇરાન સરકારમાં જ આ વખતે તડાં છે તેથી (ટ્રમ્પનો) આ નિર્ણય વ્યવહારિક છે પરંતુ પ્રશ્ન તે છે કે યુધ્ધ વિરામ ચાલશે કેટલો સમય ?

બીજી તરફ બ્લોકેડને લીધે ઇરાનનું તેલ વેચાતું અટકતા ઇરાન આર્થિક ભીંસમાં મુકાતું જાય છે.