- ઈરાનમાં ટોચ ઉપર કોણ છે તે જ જાણી શકાતું નથી
- ઈરાને હજી સુધી 'શાંતિ-સમજૂતી' પર હસ્તાક્ષરો નથી કર્યા તે માટે દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વધુ જવાબદાર છે
નવી દિલ્હી : યુધ્ધ, પ્રતિબંધો અને રાજકીય દબાણ : ત્રણેની વચ્ચે ફસાયેલું ઈરાન મંત્રણાના મેજ સુધી તો પહોંચ્યું પરંતુ સમજૂતી સાધવાથી ઘણું દૂર રહ્યું છે.
અમેરિકા સાથે શાંતિ સમજૂતી ન થવાનું કારણ માત્ર અમેરિકાનું વલણ જ જવાબદાર નથી, પરંતુ મુખ્ય કારણ તો દેશમાં ચાલી રહેલી સત્તાની ગુપ્ત લડાઈ અને અનિશ્ચિત નેતૃત્વ છે.
વિશેષજ્ઞાો કહે છે કે, ઈરાન અત્યારે નો-ડીલની એવી સ્થિતિમાં છે કે, જ્યાં નિર્ણય લેવાની ક્ષમતા જ કોઈની પાસે નથી. તેનું કારણ આંતરિક ઉથલ પાથલ છે. લશ્કર તથા નૌકાદળ પોત પોતાની રીતે લડતાં રહે છે.
સર્વોચ્ચ નેતા ગાયબ : મોજતબા ખામેનેઇ ઘણા સમયથી જાહેરમાં દેખાયા જ નથી. આ સૌથી મોટો પ્રશ્ન છે. ઈરાનમાં કોઈ પણ નિર્ણય માટે સર્વોચ્ચ નેતાની આખરી મંજૂરી અનિવાર્ય છે. આ મંજૂરી જ અત્યારે ધૂંધ (ધુમાડા) માં છે. રિપોર્ટસ તો તેવા છે કે મંત્રણાકાર કે સૈન્ય નેતૃત્વ સુધી તેઓની પહોંચ નથી. તેવામાં વિદેશમાં મંત્રણા યોજવાની વાત આવી. પરંતુ દેશની અંદર જ નિર્ણય લેવા વાળું કેન્દ્ર જ બંધ છે.
ન્યકિલયર રેડ લાઇન : ઈરાની સૈન્ય પરમાણુ કાર્યક્રમને પોતાની ઢાલ માને છે. અમેરિકા યુરેનિયમ સંવર્ધન અને સ્ટોક-માઇલિંગ પર કઠોર શર્ત ઇચ્છે છે. સૈન્ય તેને રેડ-લાઇન માને છે. તે નુકસાન સહન કરવા તૈયાર છે, પરંતુ મંત્રણામાં ઝૂકવા તૈયાર નથી.
સત્તા સંઘર્ષ : વિદેશ મંત્રાલય અને સૈન્ય નેતૃત્વ એક સૂરમાં કામ કરતું નથી. એક રાજ્યદ્વારી ક્ષેત્ર સ્થિતિ સ્થાપકતા દર્શાવે છે. બીજુ સૈન્ય સખ્તાઈ માગે છે. તકલીફ તે છે કે આખરી નિર્ણય કોનો છે તે નિશ્ચિત નથી.
પાવર બ્રોકર નથી : લાંબા સમયથી ઇરાનની રાજનીતિ પર્દા પાછળ કામ કરનારા પર ટકી છે. તેઓ ધર્મગુરુૃઓ, નેતાઓ અને સેના વચ્ચે સંયુક્ત રાખતા હતા. હવે તે રહ્યું નથી. નેશનલ સિકયોરિટી કાઉન્સીલ પહેલા જેવી શક્તિશાળી નથી રહી. તેથી મતભેદો ઉકેલવાને બદલે વધતા જાય છે.
જનતાનું દબાણ : સમજૂતી કે સમર્પણ ? - જનસામાન્ય પ્રતિબંધોથી થાકયા છે. સેના સરેન્ડરના મતની નથી. કુર્બાની માટે તૈયાર છે. આ સૌથી ગંભીર અવરોધ છે. મંત્રણા માટે છે. જનતા યુદ્ધબંધ થાય તેમ ઇચ્છે છે. સેના લડવા માગે છે.
કમજોર દેખાવાનો ડર : સેનાને કમજોર દેખાવાનો ડર છે. હવે સ્થિતિ રાજદ્વારી ન રહેતાં મનોવૈજ્ઞાાનિક બની છે. આર્થિક અને સૈન્ય સંકટ ઘેરાતું જાય છે.
ઇરાન અત્યારે એવા વળાંક ઉપર ઊભું છે કે તેની પાસે હજી પણ ક્ષેત્રીય પ્રભાવ છે, સૈન્ય તાકાત છે. અને રાજદ્વારી વિકલ્પો પણ છે. પરંતુ નિશ્ચિત નિર્ણય નથી લઇ શકતું. શાંતિ મંત્રણા થાય તો પણ ડીલ હજી દૂર રહેવા સંભવ છે.


