નેપાળે સરકારે ભારતીય ન્યૂઝ ચેનલો પર કેમ પ્રતિબંધ મુકયો છે ?
ઓપી કોલી ભારતીય મીડિયાથી નારાજ હોવાનું માનવામાં આવે છે
જો કે ભારતના સરકારી ટેલિવિઝન દૂરદર્શન પર પ્રતિબંધ નથી.
કાઠમડુ,9 જુલાઇ, 2020, ગુરુવાર
ભારત અને ચીન વચ્ચે લડાખ સરહદે ધમાસણ ચાલ્યા બાદ શાંતિ પ્રક્રિયા શરું થઇ છે પરંતુ ભારતનું મિત્ર ગણાતા નેપાળ સાથે પણ સંબંધો વણસી રહયા છે. નેપાળના વિકાસમાં ભારતનો ખૂબ મોટો રોલ છે પરંતુ ચીનની શેહમાં આવીને નેપાળ પણ સરહદી વિવાદો ઉભા કરી રહયું છે.નેપાળમાં લોકો ભારતની સાથે છે પરંતુ તેના કમ્યૂનિસ્ટ વડાપ્રધાન કેપી ઓલીની સરકાર એક પછી એક ભારત વિરોધી પગલા ભરી રહી છે. નેપાળે દુરદર્શન સિવાયની તમામ ભારતીય ચેનલો પર પ્રતિબંધ મુકીને આંચકો આપ્યો છે. નેપાળમાં ભારતીય ન્યૂઝ અને મનોરંજન ચેનલો વ્યાપક પ્રમાણમાં લોકો જુવે છે.
જો કે પ્રાપ્ત માહિતી અનુસાર નેપાળ સરકારનો કાયદેસર હુકમ નથી આવ્યો પરંતુ નેપાળના કેબલ ટીવી ઓપરેટર ભારતીય ન્યૂઝ ચેનલોનું પ્રસારણ કરી રહયા નથી.જો કે ભારતના સરકારી ટેલિવિઝન મીડિયા દૂરદર્શન પર કોઇ જ પ્રતિબંધ નથી.એવું માનવામાં આવે છે કે ભારતીય મીડિયાથી ઓપી કોલી નારાજ જોવા મળતા હતા. તેમનું માનતા હતા કે પોતાને છબી ખરાબ થાય એ રીતે ચિતરવામાં આવતા હતા. ખાસ કરીને નેપાળ અને ભારત વચ્ચે સરહદના જુના નવા નકશાના વિવાદ માટે ઓપી કોલીને ભારતીય મીડિયામાં ભારે ટિકા થઇ કહી હતી.
નેપાળની સત્તાધારી કમ્યૂનિસ્ટ પાર્ટી વચ્ચે આંતરિક મતભેદો સપાટી પર આવી રહયા છે. ઓપી કોલી અને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પુષ્પ કમલ દહલ પ્રચંડ વચ્ચે મતભેદો યથાવત જ રહયા છે.એક અઠવાડિયામાં બંને નેતાઓ વચ્ચે અનેક વાર મુલાકાતોની ગોઠવણ છતાં મતભેદો દૂર થવાના કિ અણસાર મળતા નથી