'શેખ હસીનાએ મીડીયા સાથે વાત કેમ કરી ?' : યુનુસ સરકારના પ્રશ્નનો ભારતનો તડતડતો જવાબ

- યુનુસ સરકારને ચિત્તભ્રમ થયું છે : નિરીક્ષકો
- શેખહસીના હમણાંથી, કેટલાંક આંતરરાષ્ટ્રીય અને ભારતીય મીડિયાને ઇન્ટરવ્યુ આપે છે, તે સામે બાંગ્લાદેશ સરકારે વાંધો ઊઠાવ્યો છે
ઢાકા : બાંગ્લાદેશના વિદેશ-મંત્રાલયે બુધવારે ઢાકા સ્થિત ભારતના ડેપ્યુટી હાઇકમિશ્નરને બોલાવી નવી દિલ્હીમાં બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દ્વારા તાજેતરમાં રાષ્ટ્રીય અને અંતર રાષ્ટ્રીય મીડીયા તથા ભારતીય મીડીયાને અપાતા શ્રેણીબદ્ધ ઇન્ટરવ્યૂ સામે વાંધો ઉઠાવ્યો છે અને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
આ માહિતી આપતાં બાંગ્લાદેશી સરકારી સમાચાર સંસ્થા જણાવે છે કે, 'તે હકીકત જાણી, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતના ડેપ્યુટી હાઇ કમિશનર પવન બાધેને બોલાવી શેખ હસીનાની આ કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, શેખ હસીનાને મીડીયા સુધી પહોંચવાનું તુર્ત જ અટકાવી દેવું જોઈએ.'
આ વિધાનોનો તડતડતો જવાબ આપતા બાઘેએ કહ્યું હતું કે, 'ભારતમાં મીડીયા સ્વતંત્ર છે અને સરકાર તેના કામકાજમાં સંવિધાનમાં જણાવ્યા પ્રમાણે જ કોઈ દખલ કરી શકે નહીં.'
તે સર્વવિદિત છે કે બાંગ્લાદેશમાં પાકિસ્તાન પ્રેરિત 'આતંકીઓએ જબરજસ્ત હોબાળો શરૂ કરતા શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી ભારતમાં રાજ્યાશ્રય લેવો પડયો હતો તે પછી મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી સરકારે શેખ હસીના ઉપર મનઘડંત તેવા સામુહિક હત્યાકાંડ આરોપો મૂક્યા અને તેઓની સામે અનેકવિધ કેસો કર્યા છે તેથી તેમને સોંપી દેવા યુનુસ સરકાર ભારતને દબાણ કરી રહી છે પરંતુ ભારત તે સાંભળવા પણ તૈયાર નથી ત્યાં પ્રત્યાર્પણનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.'

