Get The App

નેપાળે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુ ટયૂબ સહિતના સોશિયલ મીડિયા પર કેમ પ્રતિબંધ મુકયો ?

જનરેશન ઝેડના લોકો સૌથી વધારે ઉગ્ર જોવા મળે છે.

સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચેની ઝપાઝપીમાં ૮ ના મુત્યુ

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
નેપાળે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુ ટયૂબ સહિતના સોશિયલ મીડિયા પર કેમ પ્રતિબંધ મુકયો ? 1 - image

કાઠમાડુ,8 સપ્ટેમ્બર,2025,સોમવાર 

નેપાળમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુકવામાં આવતા લોકોનો ગુસ્સો ફુટી નિકળ્યો છે. દેશમાં અનેક સ્થળઓએ વિરોધ પ્રદર્શન શરુ થયા છે. પરિસ્થિતિ એટલી બગડી ગઇ છે કે સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચેની ઝપાઝપીમાં ૮ લોકોના મુત્યુ થયા છે અને સેંકડો ઘાયલ થયા છે. ખાસ કરીને જનરેશન ઝેડના લોકો સૌથી વધારે ઉગ્ર જોવા મળે છે. સોશિયલ મીડિયાના યુઝર્સ ઉપરાંત સોશિયલ મીડિયા ઇન્ફલુઅન્સર્સ અને તેમના ફેન્સ પણ જોડાયેલા છે. તેમનો તર્ક છે કે સોશિયલ મીડિયામાં કેટલાકને કમાણી થાય છે અને તેના પર ઘર ચાલે છે. આથી સોશિયલ મીડિયા એપ્સના યુઝર્સ કેટલા છે તે જાણવું જરુરી છે. 

નેપાળમાં ૧૩.૫ મિલિયન ફેસબુક અને ૧૦.૮૫ મિલિયન મેસેન્જર યુઝર્સ

નેપાળે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુ ટયૂબ સહિતના સોશિયલ મીડિયા પર કેમ પ્રતિબંધ મુકયો ? 2 - image

ડેટા રિપોર્ટસ જાન્યુઆરી ૨૦૨૪ સુધીના આંકડા અનુસાર નેપાળમાં ૧૩.૫ મિલિયન સક્રિય ફેસબુક યુઝર્સ છે. ૧૦.૮૫ મિલિયન મેસેન્જર યુઝર્સ,૩.૬ મિલિયન ઇન્સ્ટાગ્રામ યુઝર્સ,૧.૫ મિલિયન લિંકડઇન યુઝર્સ અને ૪.૬૬ લાખ જેટલા એકસ યુઝર્સ છે. સરકારે એપ્સ બેન કરવાનું કારણ આપતા જણાવ્યું છે કે કંપનીઓએ નેપાળના સૂચના અને સંચાર મંત્રાલય અંર્તગત રજીસ્ટ્રેશન કર્યુ ન હતું.

નેપાળ સરકારે ૨૮ ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા કંપનીઓને ૭ દિવસની મુદ્ત આપી હતી તેમ છતાં પાલન ના કરતા પ્રતિબંધ મુકવાની ફરજ પડી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રકારનો પ્રતિબંધ પ્રથમવારનો નથી. જુલાઇમાં નેપાળની સરકાર ઓનલાઇન ફ્રોડ અને મની લોન્ડ્રિગને ટાંકીને ટેલિગ્રામ એપ બ્લોક કરી દીધી હતી. ગત વર્ષ ટીકટોક પર ૯ મહિના સુધી પ્રતિબંધ રહયો હતો. કંપનીએ સ્થાનિક નિયમોનું પાલન કરવાના આશ્વાસન પછી જ પ્રતિબંધ દૂર હતો. 

ટિકટોક પર ઓગસ્ટ ૨૦૨૪માં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

નેપાળે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુ ટયૂબ સહિતના સોશિયલ મીડિયા પર કેમ પ્રતિબંધ મુકયો ? 3 - image

નેપાળની સરકારે જે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકયો છે તેમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, મેસેન્જર, યુ ટયૂબ, રેડિટ, લિંકડઇન, વોટસએપ, ડિસ્કોર્ડ, પિન્ટેરસ્ટ, સિંગ્નલ, થ્રેડસ, રંબલ, ઇમો, જાલો, સોલ, હેમરો પેટ્રો, વીચેટ, કવોરા, ટમ્બલર, કલબ હાઉસ, એઆઇ વીડિયો, એમઆઇ વાઇકે ૩ નો સમાવેશ થાય છે. ટિકટોક પર ઓગસ્ટ ૨૦૨૪માં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો કે નિયમોનું પાલન કરવાની શરત સાથે ફરી ચાલુ કરવામાં આવ્યું હતું. કાઠમાંડુ પોસ્ટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર નેપાળમાં ઓનલાઇન ઇન્ટરનેટ ટ્રાફિકમાં ૮૦ ટકા સોશિયલ મીડિયામાં હોય છે.