ટોક્યો,૨૭ ઓગસ્ટ,૨૦૨૫,બુધવાર
ચીનને તેના કોઇ પણ પાડોશી દેશ સાથે મધૂરા સંબંધો નથી એમાં દરિયાઇ પાડોશી જાપાન પણ એક છે. તાજેતરમાં જાપાન અને ચીન વચ્ચે સૈન્ય પરેડ મામલે તણાવ વધતો જાય છે. ચીન દ્વારા આ પરેડ બીજા વિશ્વયુધ્ધમાં જાપાનને જે ટક્કર આપી તેની યાદીમાં આયોજીત થાય છે. જાપાન ચીનના આ પગલાને નેરેટિવ તૈયાર કરવાનો પ્રયાસ સમજે છે. આથી ચીને દુનિયાના ઘણા દેશોને ચીનની આર્મી પરેડથી દૂર રહેવાની અપીલ કરી છે.
ચીન એક બાજુ ઇતિહાસ યાદ કરે છે અને બીજી બાજુ શાંતિનુ આહ્વવાન કરે છે. ખાસ તો જાપાને યુરોપીય અને એશિયાઇ દેશોને શાંઘાઇ સહયોગ સંગઠન શિખર સંમેલન પછી આયોજીત થનારી પરેડમાં ભાગ નહી લેવાની વાત કરી છે. આ પરેડમાં જોડાવા માટે ચીને વિશ્વના અનેક નેતાઓને આમંત્રિત કર્યા છે. જાપાનને પરેડનો વાંધો નથી પરંતુ તેના માટે સમય પસંદ કરવામાં આવ્યો છે તેની સામે વાંધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચીની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા આયોજીત થનારી અત્યાર સુધીની સૌથી મોટી પરેડ હશે.

આ પરેડમાં અતિ આધુનિક શસ્ત્રોનું ચીન દ્વારા પ્રદર્શન થવાનું છે. શાંઘાઇ સહયોગ શિખર સંમેલન (એસસીઓ) ૩૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બરના રોજ તિયાનજીન શહેરમાં આયોજીત થવાની છે.જાપાન માને છે શિખર સંમેલન પછીની પરેડ જાપાન વિરોધી ભાવના ભડકાવી શકે છે. ચીનના સહાયક વિદેશમંત્રી લિયૂ બિને કહયું હતું કે સંયુકત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સહિત ૧૦ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખ ઉપરાંત ૨૦ વિશ્વ નેતા એસસીઓ શિખર સંમેલનમાં ભાગ લેશે.
નિષ્ણાતોનું માનવું છે કે જાપાનની વિનંતીના કારણે રાષ્ટ્રાધ્યક્ષોને પરેડમાં સામેલ થવા માટે અવઢવ થઇ શકે છે. ભારતના વડાપ્રધાન જાપાનની પોતાની બે દિવસની યાત્રા પછી ૩૧ થી ૧ સપ્ટેમ્બર સુધી એસએસીઓ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે તિયાનજિન જવાના છે. ત્યાર પછી ૩ સપ્ટેમ્બર બેઇજિંગ તિયાનમેન ચોક પર પરેડ આયોજીત કરશે. પરેડના વિરોધ બાબતે ચીન પણ જાપાનથી નારાજ છે. આમ ચીનની સૈન્ય પરેડનો મામલે વિવાદ વધે તેવી શકયતા છે.


