Donald Trump get angry On Democrats: અમેરિકામાં ચાલી રહેલા શટડાઉન અંગે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ડેમોક્રેટિક પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર દાવો કર્યો કે, 'ડેમોક્રેટ્સ દબાણમાં કૂતરાની જેમ તૂટી પડ્યાં છે, કારણ કે તેઓ ખૂબ જ ડરી ગયા છે કે હું રિપબ્લિકન પાર્ટી સાથે ફિલિબસ્ટરને સમાપ્ત કરવામાં પ્રગતિ કરી રહ્યો છું.'
ટ્રમ્પે આગળ કહ્યું કે, 'કોઈ કરાર થાય કે ન થાય રિપબ્લિકનને ફિલિબસ્ટર ઉડાવી દેવા જોઈએ અને વોટર ID કાયદાની જેમ સેંકડો નીતિગત જીત હાંસલ કરવી જોઈએ જે અત્યાર સુધી પહેલા ક્યારેય નથી મળી. માત્ર હારનારાઓ જ આ ન કરવા પર સંમત થશે.'
શટડાઉન સમાપ્ત કરવા પર કોઈ સહમતિ નથી બની
સેનેટમાં શટડાઉન સમાપ્ત કરવા પર કોઈ સહમતિ નથી બની. સેનેટના મેજોરિટી લીડર જૉન થ્યૂને કહ્યું કે, સરકાર ફરી શરૂ ન થાય ત્યાં સુધી સાંસદ સત્રમાં રહેશે. શનિવાર શટડાઉનનો 39મો દિવસ હતો. થ્યૂને ટ્રમ્પના ન્યૂક્લિયર ઓપ્શન એટલે કે ફિલિબસ્ટર ખતમ કરવાના સૂચનને નકારી કાઢ્યું અને કહ્યું કે, તેને લાગુ કરવું વ્યવહારિક નથી, કારણ કે તેના માટે 60 મતોની જરૂર પડે છે.
ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચે મતભેદ
ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચે મુખ્ય મતભેદ ઓબામાકેર હેઠળ આપવામાં આવતા ટેક્સ ક્રેડિટ અંગે છે. ડેમોક્રેટ્સ આ કર લાભોને વર્ષના અંત સુધી લંબાવવાની માગ પર અડગ છે, જ્યારે રિપબ્લિકનનું કહેવું છે કે,સરકાર ખુલ્યા પછી જ આ મુદ્દા પર કરવામાં આવશે. આ જ કારણોસર બંને પાર્ટીઓ વચ્ચે મતભેદ વધી રહ્યો છે.
રિપબ્લિકન સાંસદોએ ડેમોક્રેટ્સના પ્રસ્તાવને ફગાવી દીધો
રિપબ્લિકન સાંસદોએ શુક્રવારે ડેમોક્રેટ્સના એક પ્રસ્તાવને ફગાવી દીધો હતો જેમાં એક વર્ષની માટે આરોગ્ય વીમા સબસિડીમાં વધારો અને સરકાર માટે કામચલાઉ ફંડિંગની વ્યવસ્થા સામેલ હતી. બીજી તરફ ડેમોક્રેટ્સે પણ એક એવો પ્રસ્તાવ નકારી કાઢ્યો જેમાં સૈન્ય નિર્માણ, વેટરન અફેયર્સ, કૃષિ અને વિધાનસભા શાખા માટે બજેટ સામેલ હતું.
ટ્રમ્પનું નવું સૂચન
આ વચ્ચે ટ્રમ્પે એક નવું સૂચન આપતા કહ્યું કે, વીમા કંપનીઓને ઓબામાકેર હેઠળ આપવામાં આવી રહેલા બજો ડોલર સીધા નાગરિકોને આપવા આવે જેથી તેઓ પોતાની મરજીથી વધુ સારી આરોગ્ય સેવાઓ ખરીદી શકે. મોટી, લોભી વીમા કંપનીઓ પાસેથી પૈસા લો અને તેને જનતાને આપો, જેથી તેઓ પોતાની હેલ્થકેર પોતે પસંદ કરી શકે અને હા, ફિલિબસ્ટરનો અંત લાવવો હજુ પણ મહત્વપૂર્ણ છે.


