Get The App

માત્ર દોઢ જ મહિનામાં ક્રિપ્ટો કરન્સી બિટકોઇનના ભાવ અડધા કેમ થઇ ગયા ?

એક સમયના ૬૫ હજાર ડોલર ભાવ ઘટીને ૩૩ હજાર ડોલર પર આવી ગયા

એલન મસ્કના ટ્વીટ અને ક્રિપ્ટો કરન્સી વિરુધ ચીનની કાર્યવાહી જવાબદાર

Updated: May 22nd, 2021

GS TEAM


Google News
Google News


માત્ર દોઢ જ મહિનામાં ક્રિપ્ટો કરન્સી બિટકોઇનના ભાવ અડધા કેમ થઇ ગયા ? 1 - image

ન્યૂયોર્ક,૨૨,મે,૨૦૨૧,શનિવાર 

વર્ચ્યુઅલ કરન્સીમાં બોલબાલા ધરાવતા ક્રિપ્ટો કરન્સી બિટકોઇનના ભાવમાં ઘડાકો બોલી ગયો છે. એક સમયે ૬૫ હજાર ડોલરના ભાવ ગગડીને ૩૩૦૦૦ હજાર થયા છે. નિષ્ણાતોનું માનવું છે કે એલન મસ્કનું ટ્વીટ અને ચીન દ્વારા ક્રિપ્ટો કરન્સી પર કાર્યવાહી કરવામાં આવતા ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. એલન મસ્કે પોતાની પ્રોડકટ ખરીદનારા પાસેથી પેમેન્ટ ક્રિપ્ટો કરન્સી બિટ કોઇનમાં લેવાની જાહેરાત કરતા બીટ કોઇનને ખૂબજ મોટો સપોર્ટ મળ્યો હતો હવે આ સપોર્ટ પાછો ખેંચી લેવામાં આવતા બિટ કોઇનના ભાવ તૂટયા છે. ચીને પણ ક્રિપ્ટો કરન્સી વિરુધ કડક કાર્યવાહી કરતા પોતાને ત્યાં રોકાણકારોમાં ગભરાટ જોવા મળે છે.

માત્ર દોઢ જ મહિનામાં ક્રિપ્ટો કરન્સી બિટકોઇનના ભાવ અડધા કેમ થઇ ગયા ? 2 - image

ગત બુધવારે એક જ દિવસમાં ૩૦ ટકા ભાવ ઘટતા ક્રિપ્ટો કરન્સીને લઇને પેનિક ફેલાયો છે. ક્રિપ્ટોના પગલે અન્ય કરન્સીઓના ભાવમાં પણ ૪૦ થી ૨૫ ટકા જેટલો ઘટાડો થયો છે. એપ્રિલથી લઇને મે મહિનાના ત્રીજા વીક સુધીમાં બિટકોઇન તૂટીને એક સમયે ૩૧ હજાર ડોલરે પહોંચ્યો હતો. નવાઇની વાત તો એ છે કે આ જ બીટકોઇનનો એક જ સપ્તાહ પહેલા ભાવ ૫૫ હજાર ડોલર હતો. ક્રિપ્ટો કરન્સીના ભાવ ઘટવાની સાથે જ કરન્સી એકસચેન્જનું કામકાજ ઠપ્પ થઇ ગયું છે. એક મોટા વર્ગે ક્રિપ્ટો કરન્સીમાંથી પોતાનું રોકાણ પાછું ખેંચી લેતા આ સ્થિતિ ઉભી થઇ છે. બીટકોઇન આમ તો મૂડીપતિઓની કરન્સી ગણાતી હતી પરંતુ વધતા જતા ભાવથી આકર્ષાઇને અનેક નાના રોકાણકારો જોડાયા હતા. ઘણા એવા પણ હતા જેમણે કરન્સીના ભાવ ઘટવાથી નીચેના સ્તરેથી ખરીદી પણ કરવા લાગી હતી.ક્રિપ્ટો કરન્સીના માર્કેટમાં ૧ લાખ કરોડ ડોલરનું ધોવાણ થયું છે. 

ક્રિપ્ટો કરન્સી બિટ કોઇન શું છે ?

માત્ર દોઢ જ મહિનામાં ક્રિપ્ટો કરન્સી બિટકોઇનના ભાવ અડધા કેમ થઇ ગયા ? 3 - image

ક્રિપ્ટો કરન્સી ઓનલાઇન ખરીદી અને વેચી શકાય છે. વિવિધ કરન્સી નોટ સરકાર પ્રિન્ટ કરે છે અને કરન્સીઓના ભાવ પણ વધઘટ થતા રહે છે. આથી ૨૦૦૯માં બીટ કોઇન જેવી ડિજીટલ કરન્સીની શરુઆત થઇ હતી. તેને વર્ચ્યુઅલ કે આભાસી કરન્સી પણ કહે છે આના પર કોઇ પણ દેશની સરકારનું નિયંત્રણ હોતું નથી. બિટકોઇનની જયારે શરુઆત થઇ ત્યારે સામાન્ય લોકો આના વિશે ખાસ કશું જાણતા ન હતા. શરુઆતમાં તો તેનું મૂલ્ય પણ ઘણું ઓછું હતું. કોરોના મહામારીના કારણે દુનિયામાં લોકડાઉન શરુ થયું તે પહેલા બિટકોઇનનો ભાવ માત્ર ૬ હજાર ડોલર હતો. ડિજીટલ કરન્સીને અનેક દેશોની સરકારોએ પ્રોત્સાહન આપતા યૂરોપ, અમેરિકા, દક્ષિણ કોરિયા,જાપાન અને ચીનમાં ઓનલાઇન રોકાણકારોની સંખ્યા વધી હતી. વિશ્વના ઘનાઢય એલન મસ્કે ટેસ્લાની પ્રોડકટ ખરીદવા માટે ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ સ્વીકારવાનું નકકી કરતા બિટકોઇનના ભાવમાં ઉછાળો આવ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૨૧માં એક બિટકોઇનનો ભાવ ૬૫ હજારની ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો હતો.

Tags :