અમેરિકાથી ભારત આવી રહેલા ટેંક કિલર અપાચે હેલિકોપ્ટર કેમ લંડનથી પાછા વળી ગયા ?
૩ અપાચે હેલિકોપ્ટર ૮ દિવસ સુધી બ્રિટનના એરપોર્ટ પર રહયા હતા
બીજી ખેપ માટે અમેરિકા રહસ્યમય રીતે આનાકાની કરવા લાગ્યું છે ?

નવી દિલ્હી,૧૨ નવેમ્બર,૨૦૨૫,બુધવાર
દિલ્હીમાં બોંબ વિસ્ફોટના તારની તપાસ ચાલી રહી છે ત્યારે પાકિસ્તાન સાથેનો તણાવ ફરી વધે તેવી શકયતા છે. આ તણાવની વચ્ચે ભારતીય વાયુસેના લાંબા સમયથી અમેરિકા પાસેથી અપાચે ફાઇટર હેલિકોપ્ટરની રાહ જોઇ રહી હતી પરંતુ અપાચેની ખેપ લંડનથી પાછી વળી હોવાનું જાણવા મળે છે. અમેરિકા પાછા ફરેલા અપાચે હેલિકોપ્ટર ભારતીય વાયુસેના માટે મોટા ઝટકા સમાન છે. આમ તો અમેરિકા એચ-૬૪ ઇ હેલિકોપ્ટરની બીજી અને અંતિમ બેચ મળવાની હતી. આ હેલિકોપ્ટર બનાવતી અમેરિકાની બોઇંગ કંપનીએ એન-૧૨૪ કાર્ગો પ્લેન મારફતે બ્રિટન સુધી પહોંચાડી દીધા હતા ત્યાર પછી કોર્ગો પ્લેન કેમ અમેરિકા પાછુ વળી ગયું તે જાણવા મળતું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતે અમેરિકાને વર્ષ ૨૦૨૦માં ૬ ટેંક કિલર ગણાતા ૬ અપાચેનો ઓર્ડર આપ્યો હતો. આ હેલિકોપ્ટરની પહેલી બેસ ૨૦૨૪માં મળવાની હતી જેમાં વાર લાગતા જુલાઇ ૨૦૨૫માં મળી હતી. બીજી ખેપ માટે અમેરિકા રહસ્યમય રીતે આનાકાની કરવા લાગ્યું છે. બ્રિટનથી ભારતીય સેનાના અપાચે હેલિકોપ્ટરને અમેરિકા પરત આવ્યા તેનાથી સવાલો ઉઠવા લાગ્યા છે. સોશિયલ મીડિયા એકસ પર જણાવ્યા મુજબ ભારતને આપવાના ૩ અપાચે હેલિકોપ્ટર ૮ દિવસ સુધી બ્રિટનના એરપોર્ટ પર રહયા હતા. આ મામલે બોઇંગ કંપની તરફથી કોઇ જ માહિતી બહાર પાડવામાં આવી નથી. ભારતના સંરક્ષણ મંત્રાલય દ્વારા કોઇ સત્તાવાર નિવેદનની રાહ જોવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે સૌથી રસપ્રદ બાબત એ છે કે અમેરિકાએ તાજેતરમાં જ પોલેન્ડને બે અપાચે હેલિકોપ્ટરની ડિલિવરી કરી છેે એ જોતા ભારતને પણ મળી જવા જોઇતા હતા.

