Get The App

ઈલોન મસ્કને કોણે માર્યો મુક્કો? વ્હાઇટ હાઉસથી વિદાય સમયે ખુદ જણાવ્યું નામ

Updated: May 31st, 2025

GS TEAM

Google News
Google News
ઈલોન મસ્કને કોણે માર્યો મુક્કો? વ્હાઇટ હાઉસથી વિદાય સમયે ખુદ જણાવ્યું નામ 1 - image

Elon Musk Leave the White House: અમેરિકન ઉદ્યોગપતિ ઈલોન મસ્ક હંમેશા ચર્ચામાં રહે છે. શુક્રવારે જ્યારે મસ્ક ઓવલ ઓફિસમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પહોંચ્યા ત્યારે તેમણે નવી અટકળોને જન્મ આપ્યો હતો. આ દરમિયાન મસ્ક તેમના વિદાય સમારંભમાં કાળી આંખ સાથે પહોંચ્યા હતા. મસ્કની આંખમાં કાળા ડાઘાનું નિશાન સ્પષ્ટ જોઈ શકાતું હતું. 

મસ્કે અલગ અંદાજમાં આપ્યો જવાબ 

મીડિયા દ્વારા જ્યારે તેમને તેમની આંખમાં પડેલા કાળા ડાઘા વિશે પૂછવામાં આવ્યું ત્યારે મસ્કે ખૂબ જ ખાસ અંદાજમાં જવાબ આપ્યો હતો. અમેરિકન ઉદ્યોગપતિ મસ્કે કહ્યું કે, 'તેમના દીકરાએ મારા ચહેરા પર મુક્કો માર્યો હતો.'

દિકરા સાથે મસ્તી કરી રહ્યા હતા મસ્ક

53 વર્ષીય એલોન મસ્કને પત્રકારોએ આ અંગે વધુ જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે કહ્યું, 'હું માત્ર લિટલ એક્સ (નાના દીકરા) સાથે મસ્તી કરી રહ્યો હતો. મેં કહ્યું, 'આગળ આવો અને મારા ચહેરા પર મુક્કો મારો તો, તેણે એવું જ કર્યું.'

એ સમયે બહુ લાગ્યું હોય તેવું નહોતું લાગતું

મસ્કે મજાકના અંદાજમં કહ્યું, 'એ સમયે મને કઈ નહોતું થયું પરંતુ, પછી મને ખબર પડી કે 5 વર્ષનો બાળક પણ મારા ચહેરા પર મુક્કો મારી રહ્યો છે. એ સમયે મને બહુ લાગ્યું નહીં, પરંતુ હવે મને લાગે છે કે ત્યાં ઈજા થઈ છે.'

ટ્રમ્પે મસ્ક સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેસ્લા બોસના કહેવાતા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) ખાતે મસ્કના છેલ્લા દિવસ નિમિત્તે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. મસ્કે નોકરી પ્રત્યે વધતી નિરાશા વ્યક્ત કરી હતી, પરંતુ કહ્યું હતું કે, હું હંમેશા ટ્રમ્પનો 'મિત્ર અને સલાહકાર' રહીશ.

મસ્કે ટ્રમ્પ વહીવટમાંથી રાજીનામું આપી દીધું

તમને જણાવી દઈએ કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી સલાહકાર તરીકે કામ કરતા એલોન મસ્કે ફેડરલ ખર્ચ ઘટાડવા અને નોકરશાહીમાં સુધારાના પ્રયાસો બાદ પદ છોડી દીધું હતું. એલોન મસ્કે બુધવારે સાંજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાના રાજીનામાની માહિતી શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં તેમણે સંકેત આપ્યો હતો કે, હવે તેઓ તેમની કંપની ટેસ્લા અને 'SpaceX' ના વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરશે.