યુદ્ધ દરમિયાન પાકિસ્તાનમાં પરમાણુ મિસાઈલ છોડવાનો કોને છે પાવર? જાણો કોણ લે છે અંતિમ નિર્ણય
Image Twitter |
Pakistan Nuclear Weapon: ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ ચાલી રહ્યો છે, અને લોકો બંન્ને દેશોની તાકાતને લઈને સોશિયલ મીડિયા પર સતત ચર્ચા કરી રહ્યા છે. અને તેમાં સૌથી વધારે પરમાણુ શસ્ત્રોનો ઉલ્લેખ થઈ રહ્યો છે. જમ્મુ- કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલા થયા પછી હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે, ભારત આ હુમલાના જવાબમાં પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.
પાકિસ્તાન પાસે લગભગ 170 પરમાણુ બોમ્બ
ભારતના આક્રમક વલણ અને જવાબી કાર્યવાહીના સમાચારો વચ્ચે પાકિસ્તાન પણ ગભરાયું છે અને ત્યાંના કેટલાક નેતા હવે પરમાણુ હથિયારોના દમ પર નિવેદનો આપી રહ્યા છે. પરમાણુ હથિયારોના મામલે પાકિસ્તાન, ભારતથી કેટલીક હદ સુધી આગળ છે. સંખ્યાની વાત કરીએ તો પાકિસ્તાન પાસે લગભગ 170 પરમાણુ બોમ્બ હોવાનો અંદાજ છે જ્યારે ભારત પાસે આ સંખ્યા 160 આસપાસ છે.
પાકિસ્તાનમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગનો પાવર સેના પાસે નથી
પરમાણુ હથિયારોની આ ચર્ચા વચ્ચે એક વસ્તુ દરેક સતત સોશિયલ મીડિયા પર પૂછવામાં આવી રહી છે કે, પાકિસ્તાનમાં પરમાણુ હથિયાર ઉપયોગ કરવાનો પાવર કોના હાથમાં છે. હકીકતમાં, પાકિસ્તાનમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનો પાવર સેના પાસે નથી, પરંતુ દેશના ચૂંટાયેલા વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ પાસે છે. એટલે કે તેમની પરવાનગી વિના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકાતો નથી.
પાકિસ્તાને લગભગ 9 સ્થળોએ પરમાણુ હથિયાર છુપાવ્યા છે
પાકિસ્તાનમાં સેનાનો પણ દબદબો ઘણો વધારે છે. એટલે એવું કહેવાય છે કે, પરમાણુ હુમલા જેવી સ્થિતિમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સેના પ્રમુખ જ છેલ્લો નિર્ણય કરે છે. જોકે, આમા દરેકની સહમતિ હોવી જરુરી છે. પાકિસ્તાનને કોઈ જગ્યા પર પરમાણુ હથિયાર નથી રાખ્યા. રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાને લગભગ 9 સ્થળોએ પરમાણુ હથિયાર છુપાવ્યા છે. તેમાં ઘણા મોટા લશ્કરી થાણાઓનો પણ સમાવેશ થાય છે.