નેપાળનાં નેપોકિડઝ કોણ છે ? તેવોની લક્ઝુરિયસ લાઇફ સ્ટાઇલે જન.ઝેડને ભભૂકાવી દીધી હતી

- કટ્ટર સામ્યવાદી 'પ્રચંડ'ની પૌત્રી લાખ્ખોની હેન્ડબેગ ધરાવે છે
- પૂર્વ વડાપ્રધાન શેરબહાદુર દેઊબાના પુત્ર પુત્રવધુ કરોડોની મિલ્કત ધરાવે છે, પૂર્વ આરોગ્યમંત્રી કઠીવાડાની પુત્રી અનેકવાર વિદેશ યાત્રાએ ગઇ કઇ રીતે ?
કાઠમંડુ : છેલ્લા કેટલાક દિવસોથી નેપાળ રીતસર ભડકે બળે છે. બેકારી અને મોંઘવારીથી ત્રસ્ત જનસામાન્યનો ભારેલો અગ્નિ અચાનક જ ભભૂકી ઊઠયો હોય તેવું લાગે છે. પરંતુ તેમ નથી. એક તરફ દેશના લાખ્ખો લોકો ગરીબીમાં રહ્યા છે તો બીજી તરફ અગ્રીમ રાજકારણીઓનાં સંતાનો લાખ્ખોમાં આળોટતાં જોવા મળતા જન. ઝેડનો રોષ ભભૂકી ઊઠયો હતો.
બીજા ત્રીજાની વાત છોડો પોતાને કટ્ટર સામ્યવાદી કહેવડાવતા પુષ્પકમલા દહલ પ્રચંડની પૌત્રી પાસે લાખ્ખો રૂપિયાની હેન્ડબેગ જોઈ યુવા પેઢી આંચકો ખાઈ ગઈ હતી.
પૂર્વ વડા પ્રધાન શેર બહાદૂર દેઉબાનાં પુત્ર પુત્રવધુ બંને કરોડોની જમીન જાગીર અને મિલ્કત ધરાવે છે. તે સર્વવિદિત છે કે શેરબહાદૂર દેઉબાની પુત્રવધુ શ્રીવર્ણા શ્રેષ્ઠા એક ખ્યાતનામ ગાયિકા છે. પરંતુ તેઓ માત્ર તેઓનાં પરફોર્મન્સ દ્વારા કૈં કરોડો રૂપિયા ન જ કમાઈ શકે એ નેપાળ છે કૈં અમેરિકા નથી કે જ્યાં ગાયકો અને સંગીતકારો કમાઈ શકે. નેપાળ જેવા ગરીબ દેશમાં તો ગાયકો કે સંગીતકારો વધુમાં વધુ થોડા લાખ કમાઈ શકે.
પૂર્વ આરોગ્ય મંત્રી કઠીવાડાની પુત્રી શ્રૃંગલા એક સમયે મિસ નેપાળ હતી. પરંતુ તે એટલી બધી વાર વિદેશ યાત્રાએ જતી કે સહજ રીતે જ સૌની આંખમાં આવી જાય. તેની લાઇફ સ્ટાઇલ એવી હતી કે ઇન્સ્ટાગ્રામ ઉપર તેના અનેક ચાહકો હતા. પરંતુ નેપાળમાં જાગેલી આ ભ્રષ્ટાચાર લાગવગ શાહી તેને લીધે ફાટી નીકળેલી મોંઘવારી અને ઉપરથી બેકારીના ડામથી ત્રસ્ત જન.ઝેડના આક્રોશે દેબાયેલી સ્પ્રિંગ જેમ છટકીને તેને દબાવનારને જ ખતમ કરે છે. તેમ ઓલી સરકાર અને તેના મંત્રીઓ તથા કાંધીયાઓને ખતમ કરી નાખ્યા છે.
એક નિરીક્ષકે તો તેમ કહ્યું હતું કે નેપાળમાં વિપ્લવ નથી થયો ક્રાંતિ થઇ રહી છે. આ સાથે ડયુક ઓફ લિયેનકોર્ટે ફ્રાંસના સમ્રાટ લૂઈ ૧૬માને કહેલા શબ્દો યાદ આવે છે તે સાયર ઇઝ ઇઝ એ રિવોલ્યુશન.








