World

HIV ની નવી દવાને WHOની મંજૂરી, વર્ષમાં બે વખત ડૉઝ લેવાના, જાણો કઈ રીતે કરશે કામ

By GS TEAM
16 Jul 20252 mins read
TukuTouch Logo
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને (WHO) હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ(HIV)ના નિવારણ માટે લેનાકાપાવિર(Lenacapavir)ના ઉપયોગને મંજૂરી આપી છે. આ દવા HIV નિવારણની દિશામાં અકસીર સાબિત થઈ શકે છે. આ દવા એવા લોકો માટે જીવનરક્ષક સાબિત થઈ શકે છે, જેને HIV એક્સપોઝરનું જોખમ વધારે હોય છે. જેમ કે, સેક્સ વર્કર અથવા એવા લોકો જે એચઆઇવી દર્દીઓની સારવાર અથવા દેખરેખના કામ સાથે જોડાયેલા છે. WHO એ વૈશ્વિક એચઆઇવી નિવારણના પ્રયાસોને મજબૂત કરવા માટે દિશાનિર્દેશ જાહેર કર્યા અને આ દરમિયાન તેમને લૉન્ગ ટર્મ સુરક્ષા આપતી આ એન્ટીરેટ્રોવાઇરલ દવાને મંજૂરી આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

HIV ની નવી દવાને WHOની મંજૂરી, વર્ષમાં બે વખત ડૉઝ લેવાના, જાણો કઈ રીતે કરશે કામ

HIV Medicine: વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને (WHO) હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ(HIV)ના નિવારણ માટે લેનાકાપાવિર(Lenacapavir)ના ઉપયોગને મંજૂરી આપી છે. આ દવા HIV નિવારણની દિશામાં અકસીર સાબિત થઈ શકે છે. આ દવા એવા લોકો માટે જીવનરક્ષક સાબિત થઈ શકે છે, જેને HIV એક્સપોઝરનું જોખમ વધારે હોય છે. જેમ કે, સેક્સ વર્કર અથવા એવા લોકો જે એચઆઇવી દર્દીઓની સારવાર અથવા દેખરેખના કામ સાથે જોડાયેલા છે. WHO એ વૈશ્વિક એચઆઇવી નિવારણના પ્રયાસોને મજબૂત કરવા માટે દિશાનિર્દેશ જાહેર કર્યા અને આ દરમિયાન તેમને લૉન્ગ ટર્મ સુરક્ષા આપતી આ એન્ટીરેટ્રોવાઇરલ દવાને મંજૂરી આપી.

લોનાકાપાવિરને મંજૂરી મળ્યાની જાહેરાત 14 જુલાઈએ પૂર્વ આફ્રિકન દેશ રવાંડાની રાજધાની કિગાલીમાં આયોજિત 13મા આંતરરાષ્ટ્રીય એઇડ્સ સોસાયટી સંમેલનમાં કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં સત્યજીત રેનું પૈતૃક ઘર તોડી પડાયું, ભારતે મ્યુઝિયમ બનાવવા મદદની પણ ઓફર કરી હતી

અમેરિકાએ પહેલાં જ આપી દીધી મંજૂરી

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને(FDA) લેનાકાપાવિરને પહેલાં જ મંજૂરી આપી દીધી હતી. HIV નિવારણ માટે આ ઇન્જેક્શન વર્ષમાં બે વાર પ્રી-એક્સપોઝર પ્રોફિલેક્સિસ (PrEP) સારવારની સ્થિતિમાં આપવામાં આવે છે. આ ઇન્જેક્શનને 2022માં HIVની સારવાર માટે મંજૂરી મળી હતી. આ ટ્રાયલ દરમિયાન HIV સંક્રમણથી બચવામાં અસરકારક સાબિત થઈ છે. 

અહેવાલો અનુસાર, WHOના ડિરેક્ટર જનરલ Tedros Adhanom Ghebreyesus એ કહ્યું કે, 'હજુ સુધી HIVની રસી નથી બનાવી શક્યા પરંતુ, આ નવી દવા જેને વર્ષમાં ફક્ત બે વાર લેવાની જરૂર છે, તે અત્યાર સુધીની સૌથી સારી નવી દવા છે.'

આ પણ વાંચોઃ પાકિસ્તાનની જેલમાં કેદ ઈમરાન ખાનની પૂર્વ પત્નીએ રચ્યો નવો રાજકીય પક્ષ, જાણો શું છે ઇરાદો

નોંધનીય છે કે, ફક્ત 2024માં આશરે 13 લાખ લોકો એચઆઇવીથી સંક્રમિત થયા હતા. જેમાં મોટાભાગના લોકો સેક્સ વર્કર, પુરુષો સાથે યૌન સંબંધ બાંધનારા પુરુષ, ટ્રાન્સજેન્ડર, નશાકારક દવાનું ઇન્જેક્શન લગાવનારા લોકો, જેલમાં બંધ લોકો, બાળકો અને કિશોરો હતા. 

શું છે લેનાકાપાવિર?

લેનાકાપાવિર (LEN) અમેરિકન દવાની કંપની ગિલિયડ સાઇન્સે બનાવી છે. આ Capsid Inhibitor નામની દવાઓમાંથી એક નવા સમૂહ સાથે સંબંધિત છે, જે HIV Replication Cycle અનેક તબક્કાને અવરોધિત કરીને એચઆઇવીથી સુરક્ષા આપવાનું કામ કરે છે. LEN પહેલું PrEP ઇન્જેક્શન છે, જે વર્ષમાં ફક્ત બેવાર આપવામાં આવી શકે છે. લાંબા સમય સુધી માનવ શરીરમાં અસરકારક આ ઇન્જેક્શન ગોળી અને બાકીની સારવારની તુલનામાં વધુ શક્તિશાળી છે. તેથી આ એવા લોકો માટે મદદગાર છે, જેને એચઆઇવી સંક્રમણ થવાનું જોખમ વધારે હોય છે.