Get The App

ચીન અને બાંગ્લાદેશ બોર્ડર પર સંવેદનશીલ ગણાતો ચિકન નેક શું છે?

સાંકળો રસ્તો જેનાથી ભારતના આઠ પૂર્વોત્તર રાજયો જોડાયેલા છે.

૨૨ કિમી જેટલો સાંકળો રસ્તો હોવાથી ચિકન નેક શબ્દ પ્રયોજાય છે

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
ચીન અને બાંગ્લાદેશ બોર્ડર પર સંવેદનશીલ ગણાતો ચિકન નેક શું છે? 1 - image

નવી દિલ્હી,૩૦ ડિસેમ્બર,૨૦૨૫,મંગળવાર 

ભારતના સિલીગુડી કોરિડોરને લઇને હંમેશા ચર્ચા ચાલતી રહે છે, સંરક્ષણની દ્વષ્ટીએ અત્યંત મહત્વનો ગણાતા આ વિસ્તારને ચિકન નેક પણ કહેવામાં આવે છે. એનું કારણ એ છે કે આ ખૂબજ સાંકડો રસ્તો છે જે સમગ્ર નોર્થ ઇસ્ટને દેશના બાકીના ભાગ થી જોડે છે. બાંગ્લાદેશમાં અરાજકતા અને કટ્ટરપંથી તત્વોએ ઉપાડો લીધો હોવાથી  ચિકનનેકની ચર્ચા ઉઠી છે.

બાંગ્લાદેશની અંતરિમ સરકારના સંચાલક મોહમ્મદ યુનુસે પણ વિવાદાસ્પદ બયાનને ગંભીરતાથી લેવામાં આવી રહયું છે.યુનુસ ચીનના પ્રવાસે ગયા ત્યારે ભારતના નોર્થ ઇસ્ટની વાત કરી હતી કે આ એક લેંડ લોકડ છે. તેની પાસે સમુદ્ર સુધી પહોંચવાનો કોઇ રસ્તો નથી. બાંગ્લાદેશ આ રીજયોનમાં સમુદ્રનો એક માત્ર ગાર્ડિયન છે.આથી ચીનને અહીંયા મૂડી રોકાણ કરવાનો સારો મોકો છે.  ભારત માટે સિલીગુડી કોરિડોરને જાહેર માધ્યમોમાં ચિકન નેક કહેવામાં આવે છે જે ભારત માટે ખૂબ જરુરી છે. પશ્ચિમ બંગાળમાં એક એવો સાંકળો રસ્તો જેનાથી ભારતના આઠ પૂર્વોત્તર રાજયો જોડાયેલા છે.


ચીન અને બાંગ્લાદેશ બોર્ડર પર સંવેદનશીલ ગણાતો ચિકન નેક શું છે? 2 - image

આ ઇલાકામાં સૌથી સાંકળી જગ્યા માત્ર ૨૨ કિમીનું અંતર ધરાવે છે. આ નામ પાતળા આકાર અને સંવેદનશીલતાના લીધે ચિકન નેક (મરધીની ડોક) એવો શબ્દ પ્રયોજાય છે. જો હિસ્સો દેશમાંથી નિકળી જાય તો ભારતના બે ભાગ એક બીજાથી અલગ પડી જાય છે. આ કોરિડોર અરુણાચલ પ્રદેશ,અસમ,મણીપુર,મેઘાલયસ મિઝોરમ,નાગાલેંડ,સિક્કિમ અને ત્રિપુરાને ભારત સાથે જોડે છે. સિલિગુડી પશ્ચિમ બંગાળાની ઉત્તરી ભાગમાં દાર્જીલિંગ અને જલપાઇગુડીની આસપાસ આવેલો છે જે હિમાલયની તળેટીમાં વસેલો છે.

પશ્ચિમ બંગાળ રાજયનો ૬૦ કિમી લાંબો અને ૨૧ કિમી પહોળો જમીનનો ભાગ છે. સિલીગુડી કોરિડોર સાથે ભારતની બાંગ્લાદેશ અને નેપાળ સાથે સરહદ છે. ભૂટાન પણ વધારે દૂર નથી. સિકિકમ, તિબેટની ચુંબી વેલી અને ભૂટાનના ડોકલામ ટ્રાઇ જંકશનની પણ નજીક છે. અહીંયાથી રાષ્ટ્રીય રાજમાર્ગ અને રેલવે લાઇન પૂર્વોત્તરી રાજયો સુધી લઇ જાય છે. આ ક્ષેત્ર પૂર્વોત્તરમાં સૈન્ય સરંજામ અને સૈન્યની ગોઠવણ માટે મહત્વનો છે. આનો વિકલ્પ કાલાદાન મલ્ટી મોડેલ ટ્રાંજિટ પ્રોજેકટ જે કોલકાતાથી મ્યાંમાર અને મ્યાંમારથી મિઝોરમ સુધી જાય છે જે ભવિષ્યનો વિકલ્પ હશે. આ રસ્તાથી સમુદ્ર, નદી અને જમીન એમ ત્રણેય રીતે જઇ શકાય છે. કોલકાતા પોર્ટથી સમુદ્રના રસ્તે મ્યાંમારના સિતવા પોર્ટ સુધીનો રસ્તો,આનાથી આગળ કાલાદાન નદીનો રસ્તો અને ફરી મ્યાંમારથી મિઝોરમને જોડતી સડક છે. જો કે આના પર કાર્ય ખૂબજ ધીમું આગળ વધી રહયું છે.