આપણે હજી હિમયુગમાં જ છીએ ?
જે કાર્બન ફલેક્સ ઉપર પહોંચી પૃથ્વી ઉપરથી પ્રતિબિંબિત થતાં સૂર્યના કિરણો રોકી તાપમાન વધારે છે તે જ ફ્લેક્સ કિરણો રોકી હિમયુગ લાવશે
આઈસ-ચેઇજ તે પૃથ્વી પરનું લાંબા સમય સુધી નીચું રહેલું ઉષ્ણતામાન છે. ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં અનુક્રમે પથરાયેલી બરફની ચાદર છે. આ વ્યાખ્યા પ્રમાણે આપણે હજી હીમયુગમાં જ છીએ કારણ કે ગ્રીન લેન્ડ અને એન્ટાર્ટિક શીટસ હજી પથરાયેલાં જ છે.
૧૦,૦૦૦ વર્ષ પૂર્વે ઉત્તર અમેરિકા અને યુરોપ તરફ નીચે જ હતાં. સમગ્ર યુરોપિયનો ઉત્તરનો વિસ્તાર તો હિમાચ્છાદિત જ હતો.
હિમયુગ માટે ૩ મુખ્ય પુરાવા અનિવાર્ય છે. (૧) ભૂસ્તર શાસ્ત્રીય (૨) રાસાયણિક (૩) પ્રાચીન જીવસૃષ્ટિ વિજ્ઞાાન. આ પૈકી ભૂસ્તરશાસ્ત્રીય પુરાવા વધુ મહત્વના છે. તેમાં ખડકોના ઘસારા, ખીણોની રચનાઓ. કાંપના ભરવા વગેરે છે. જોકે એક પછી એક આવતા હિમયુગે ઘણીવાર ભૂસ્તર શાસ્ત્રીય પુરાવાનો નાશ કરે છે અથવા એવી વિકૃતિ કરે છે કે તે ઉપરથી અનુમાન બાંધવું મુશ્કેલ બને છે.
હવે મૂળભૂત પ્રશ્ન તે છે કે, હિમયુગ ચાલે છે. શા કારણે ? તો ઉત્તર છે પૃથ્વી પર પડતાં સૂર્ય કિરણોનો ઘટાડો. પૂર્વેના હિમયુગો જ્વાળામુખીઓના વિસ્ફોટોમાંથી ઉડતી રાખ અને ઉડતા ધૂમાડાના ગોટાળોને લીધે થયા હોવાનું અનુમાન છે. આપણે જાણીએ છીએ કે પૃથ્વીનો મૃદાવરણ નીચેનો મેગ્મા હજી અર્ધપ્રવાહી છે. તે પૃથ્વીનાં પરિભ્રણની સાથે ફરે છે તેથી ટેકટોનિક પ્લેટમાં પણ કોઈવાર એકબીજા સાથે અથડાતાં ભૂકંપો થાય છે. લાખ્ખો વર્ષ પૂર્વે તો પૃથ્વી પર અસંખ્ય જ્વાળામુખીઓ હતા. તેઓની રાખ અને તેમના ધૂમાડાના ગોટાઓ પૃથ્વી પર આવતાં સૂર્ય કિરણો ઘટાડી દીધા પરિણામે હિમયુગો આવ્યા.
આધુનિક યુગમાં કાર્બન ફલેક્સ વાતાવરણમાં ઊંચે જઈ સૂર્યના કિરણો પૃથ્વી ઉપરથી પ્રતિબિંબિત થતાં રોકે છે માટે પૃથ્વીનુ સરેરાશ ઉષ્ણતામાન વધતું જ જાય છે. પરંતુ જ્યારે તે કાર્બન ફલેક્સનું પ્રમાણ અત્યંત વધી જાય તો સૂર્યના કિરણો પૃથ્વી પર આવતા ઘટી જાય છે ત્યારે જ વીશેક ટકા ઘટયાં છે. જો તે ૩૫ ટકાથી વધુ કે તેટલાં પણ ઘટે તો ફરી પૃથ્વી પર હીમયુગ પથરાવાની સંભાવના છે સાથે તે ભૂલવું ન જોઈએ કે હજી આપણે હીમયુગથી તદ્દન બહાર નીકળ્યા નથી.


