Get The App

પાકિસ્તાનના મંત્રીએ એવું શું કહ્યું કે જેથી ચીન માથું કૂટે છે : ડ્રેગનના અબજો ડોલર બર્બાદ ?

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનના મંત્રીએ એવું શું કહ્યું કે જેથી ચીન માથું કૂટે છે : ડ્રેગનના અબજો ડોલર બર્બાદ ? 1 - image

- CPEC ચીનની મલ્ટી બિલિયન ડોલરની પરિયોજના છે તે ચીનનું જતું સ્વપ્ન છે તે દ્વારા ચીન દુનિયાની સૌથી પ્રથમ આર્થિક શક્તિ બનવા માગે છે

નવી દિલ્હી : પાકિસ્તાનના એક મંત્રીએ તાજેતરમાં જ એવું નિવેદન કર્યું છે કે જે સાંભળી ચીન નિશ્ચિત રીતે પોતાનું માથું કૂટતું હશે. થોડા દિવસો પૂર્વે પાકિસ્તાનના પ્લાનિંગ મિનિસ્ટર અહેસાન ઇકબાલે ચીનના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચાયના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઈસી) સંદર્ભે કહ્યું હતું કે પાકિસ્તાનને આ યોજનાથી કોઈ લાભ થયો નથી.

ઉલ્લેખનીય છે કે આ પરિયોજનામાં ચીને હજી સુધીમાં અબજો ડોલર ચોર્યા છે. તેથી પાકિસ્તાનના મંત્રીનાં આ નિવેદનથી ડ્રેગનનો પારો ચઢી ગયો છે.

એક કાર્યક્રમમાં આપેલાં વક્તવ્યમાં ઇકબાલે કહ્યું કે પાકિસ્તાનનાં અર્થતંત્રે વારંવાર વિકાસની તકો ગુમાવી છે, અને જેને ગેઇમ ચેન્જર કહે છે. તેવા સીપીઈસીનો લાભ પણ લઇ શક્યું નથી.

આ પરિયોજના નિરર્થક બનાવવા માટે તેઓએ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને જવાબદાર ઠરાવ્યા છે. તેઓની પાકિસ્તાન તહેરિક એ ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીની સરકારે ચીનનાં મૂડી રોકાણને ધૃમિલ કરવાનો આક્ષેપ મુક્યો છે.

ચીનની સીપીઈસી પરિયોજના તેના બેલ્ટ એન્ડ રોડ ઇનિશ્યેટિવ (બીઆરઆઈ) પૈકીની એક મહત્વની પરિયોજના છે. તે ૨૦૧૩માં શરૂ કરાઈ હતી. ચીનની આ મલ્ટી ડૉલર પરિયોજનામાંથી તે બલુચિસ્તાનનાં ગ્વાડરને ચીનના ઉત્તર પશ્ચિમના પ્રાંત શિઝિયાંગ સ્થિત ઊઈગર સ્વાયત્ત પ્રાંતનાં કાશ્ગર શહેરને સડક રેલવે અને પાઈપલાઈનોના નેટવર્કથી જોડનાર છે. તેની અંદાજિત બંધાઈ આશરે ૩,૦૦૦ કી.મી. છે. તે અંગેના એક રીપોર્ટમાં કહેવાયું છે કે તે પરિયોજના ૨૦૧૮થી સ્થગિત સમાન છે. તેથી થોડો જ લાભ થયો છે. પરંતુ પૂરતો લાભ મળી શક્યો નથી.

આ સીપીઈસીનાં બીજાં ચરણમાં ચીનના ઉદ્યોગો પાકિસ્તાનમાં સ્થાનાંતરિત કરી જરૂરી ઔદ્યોગિકરણ ઝડપી કરવાનો તેનાં હેતુ હતો. તેથી નિકાસ વધારાનો હેતુ હતો પરંતુ તે યોજના શરૂ જ થઇ શકી નથી.