Get The App

'અમે ગાઝા પટ્ટી હાથ ધરીશું' : નેતન્યાહૂ સાથેની મંત્રણા પછી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું

Updated: Feb 6th, 2025

GS TEAM

Google News
Google News
'અમે ગાઝા પટ્ટી હાથ ધરીશું' : નેતન્યાહૂ સાથેની મંત્રણા પછી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું 1 - image

- ધાર્યું હતું તેમજ બનશે : નિરીક્ષકો

- 'પહેલાં હું ટુ-સ્ટેટ ફોર્મ્યુલા સ્વીકારતો હતો પરંતુ બે દાયકામાં સ્થિતિ પલટાઈ ગઈ છે : તેનો ઉકેલ શોધવો રહ્યો'

વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે આંચકાજનક વિધાન કરી જણાવ્યું હતું કે, અમેરિકા ગાઝા પટ્ટી પર કબજો જમાવવા માગે છે. સત્તાના સૂત્રો સંભાળ્યા પછી કોઈ પણ વિદેશી મહેમાન સૌથી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હોય તો તે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ છે. તેઓ સાથેની એક-થી-એક મંત્રણા પછી અમેરિકાના પ્રમુખે કહ્યું કે, અમેરિકા ત્યાં કબજો જમાવી દેશે અને વસી જશે. આ સાથે અમેરિકા ત્યાં કાર્યરત થઈ જશે અને ત્યાં રહેલા ન ફૂટેલા બોંબ, તથા ભયાવહ શસ્ત્રો શોધી કાઢી દૂર કરશે.

નેતન્યાહૂ સામેની સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં ટ્રમ્પે કહ્યું હતું કે, પહેલા અમે ત્યાં ભાંગી પડેલા મકાનો દૂર કરીશું પછી તે વિસ્તારનો વિકાસ હાથ ધરીશું. આ સાથે તેઓએ કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં કોઈએ ગાઝા ઉપર ધ્યાન જ આપ્યું નથી કે મધ્ય પૂર્વ અંગે પણ ધ્યાન આપ્યું નથી. માત્ર અક્ષમતા જ દર્શાવી છે.

અમેરિકી પ્રમુખે વધુમાં કહ્યું હતું કે, પહેલા હું દ્વિ-રાજ્ય સિદ્ધાંત સ્વીકારતો હતો. પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાજ્ય તરીકે પણ સ્વીકારવા તૈયાર હતો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે ત્યાંથી પેલેસ્ટાઇનીઓને દૂર કર્યા સિવાય અન્ય માર્ગ રહ્યો નથી. પેલેસ્ટાઈનીઓને ઈજીપ્ત કે જોર્ડન સ્વીકારી લેશે. ઘણા માને છે કે તેઓ નહીં સ્વીકારે પરંતુ હું કહું છું કે તેઓ સ્વીકારશે જ.

ટ્રમ્પનાં આ કથન ઉપરથી વિશ્લેષકો કહે છે કે, વાસ્તવમાં અમેરિકાની નીચે ગાઝાપટ્ટીમાંથી આરબોને દૂર કરી સીનાઈ પેનિન્સ્યુનમા જવાના ફૂટબોર્ડ તરીકે તેને રાખવાની છે. અમે જે ધાર્યું હતું તે જ થઈ રહ્યું છે.

આ પત્રકાર પરિષદમાં જયારે તેઓને પૂછવામાં આવ્યું કે ૨૦૨૦માં તમોને સૂચવેલા દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતને હજી પણ સ્વીકાર્ય ગણો છો ? અને તમો હજી પણ સ્વતંત્ર પેલેસ્ટાઇન સ્વીકારો છો ? તેવા પત્રકારોના પ્રશ્નના ઉત્તરમાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, મેં પદ છોડયા પછી (૨૦૨૦) પછી અનેક મૃત્યુ થયા છે. હવે હું ફરી વાર (પ્રમુખ પદે) આવ્યો છું. અત્યારે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ તે તદ્દન જુદી જ છે. કેટલેક અંશે તે સારી છે, કેટલાક અંશે ખરાબ પણ છે. આપણે એક ગૂંચવણભરી પરિસ્થિતિમાં છીએ જે ઉકેલવી મુશ્કેલ છે પરંતુ આપણે તે ઉકેલવી તો પડશે જ.