Get The App

ભારત અમારી કંપનીઓ પરના પ્રતિબંધ નહીં હટાવે તો જોઇ લઇશું : ચીનની ધમકી

- 100થી વધુ ચીની એપ પર ભારતના પ્રતિબંધથી ડ્રેગન ધૂંઆપૂંઆ

- ભારતમાં રોકાણ કરતી દરેક આંતરરાષ્ટ્રીય કંપનીઓનું હિત જાળવવું ભારત સરકારની જવાબદારી હોવાની ગુલબાંગો

Updated: Jul 28th, 2020

GS TEAM

Google News
Google News
ભારત અમારી કંપનીઓ પરના પ્રતિબંધ નહીં હટાવે તો જોઇ લઇશું : ચીનની ધમકી 1 - image


બેજિંગ, તા. 28 જુલાઇ, 2020, મંગળવાર

ભારતે ચીનની વધુ 47 મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકી દીધો છે. અગાઉ પણ અનેક એપ્લિકેશન પર ભારતમાં પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. સરહદે તંગદીલી વચ્ચે કેન્દ્ર સરકારે આ પગલુ ભર્યું છે. જોકે તેને કારણે ચીનના પેટમાં તેલ રેડાયું છે. ચીને ધમકી આપતા કહ્યું છે કે અમારી કંપનીઓના હિતોને સાચવવા માટે આગામી પગલા ભરવામાં આવશે.

સોમવારે જ ભારતે આ 47 એપ્લિકેશન પર પ્રતિબંધ મુક્યો છે ને બીજા જ દિવસે ચીને તે અંગે નિવેદન જારી કર્યું હતું. આ પહેલા 29મી જુને ચીન દ્વારા ચીનની 59 મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકી દીધો હતો.

જ્યારે ચીનથી આવતા દરેક માલ સામાનની યોગ્ય ચકાસણી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચીની કંપનીઓને કેટલાક સરકારી કોન્ટ્રાક્ટમાંથી પણ દુર રાખવામાં આવી છે. ભારતે આિર્થક મોરચે ચીન સામે બાથ ભીડી છે જેને પગલે હવે ચીનના પેટમાં તેલ રેડાવા લાગ્યું છે. 

ગુરૂવારે ચીનની ભારત સિૃથત એમ્બેસીના પ્રવક્તા જી રોંગે જણાવ્યું હતું કે ભારત સરકાર અમારી કંપનીઓના હિતોનું રક્ષણ કરવા માટે જવાબદાર છે. ભારતમાં જે પણ આંતરરાષ્ટ્રીય રોકાણકારો છે તેમનું રક્ષણ કરવાની જવાબદારી પણ ભારત સરકારની છે અને આ દેશોમાં ચીન પણ સામેલ છે. ભારતે માર્કેટના જે સિદ્ધાંતો છે તેનું પાલન કરવું પડશે તેવી ધાક ધમકી પણ ચીને આપી હતી. 

આ સાથે જ ચીનની એમ્બેસીના પ્રવક્તાએ એવો પણ દાવો કર્યો હતો કે અમે ભારતની સરકાર સમક્ષ આ મામલો ઉઠાવ્યો છે અને જે પગલા લેવામાં આવ્યા તે ખોટા છે તેવી રજુઆત પણ કરી છે. જોકે ભારતે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં સ્પષ્ટતા કરી દીધી છે કે ચીનની જે પણ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેના દ્વારા સુરક્ષાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો.

અને આગામી દિવસોમાં અન્ય એપ્લિકેશન પર પણ તવાઇની શક્યતાઓ છે. ચીનની એમ્બેસીના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે ચીન પોતાની કંપનીઓ હિતોના રક્ષણ માટે યોગ્ય પગલા લેશે. આડકતરી રીતે ચીને ધમકી આપી છે કે હવે ભારત પણ અમારા આગામી પગલા માટે તૈયાર રહે.

Tags :