World

'આ યુદ્ધ બંધ કરવા અમે ભારતનાં પ્રધાનની આશા રાખીએ છીએ' : વ્લાદોમીર ઝેલેન્સ્કી

By GS TEAM
26 Aug 20251 min read
'આ યુદ્ધ બંધ કરવા અમે ભારતનાં પ્રધાનની આશા રાખીએ છીએ' : વ્લાદોમીર ઝેલેન્સ્કી

- યુક્રેનના સ્વાતંત્ર્ય દિને વડાપ્રધાન મોદીએ પાઠવેલા પત્રથી યુક્રેનના પ્રમુખે નરેન્દ્ર મોદીનો વળતા પત્ર દ્વારા આભાર માન્યો

કીવ : સમગ્ર વિશ્વ જ્યારે ભયંકર રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરવા પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે તે માટે ભારતના પ્રધાનની અમે આશા રાખીએ છીએ. તેમ યુક્રેનના પ્રમુખ વ્લાદોમીર ઝેલેન્સ્કીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના સ્વાતંત્ર્ય દિને પાઠવેલા પત્રના ઉત્તરમાં ઝેલેન્સ્કીએ ઠ પ્લેટફોર્મ પર જણાવ્યું હતું.

તેઓએ લખ્યું : યુક્રેનના સ્વાતંત્ર્ય દિને તમોએ પાઠવેલા ઉષ્માભર્યા અભિનંદનો માટે આપનો આભાર. શાંતિ અને મંત્રણા માટેની ભારતની પ્રતિબદ્ધતા સરાહનીય છે. રાજદ્વારી કાર્યવાહીને પ્રબળ બનાવવા એકે-એક નિર્ણયો માત્ર યુરોપ જ નહીં સમગ્ર ઇન્ડો-પેસિફિક વિસ્તાર માટે મહત્વના છે.

ભારતના સ્વાતંત્ર્ય દિને ઝેલેન્સ્કીએ પાઠવેલા અભિનંદન સંદેશા પછી વડાપ્રધાન મોદીએ પણ ઝેલેન્સ્કીનો આભાર માન્યો હતો. તે સંદર્ભે વડાપ્રધાન મોદીએ ઝેલેન્સ્કીને પાઠવેલા અભિનંદન સંદેશા પછી તેઓએ વળતો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે યુક્રેનના પ્રમુખ વ્લાદોમીર ઝેલેન્સ્કી ટુંક સમયમાં ભારતની મુલાકાતે આવવાના છે. તે માટેની તારીખો હવે પછી નિશ્ચિત થશે, તેમ ભારત સ્થિત યુક્રેનના રાજદૂત ઑલકેઝાંડર પોલિશ્યુકે જણાવ્યું હતું.