- અમે પરમાણુ બોમ્બનો છેલ્લો પ્રયોગ 1998માં કર્યો હતો, પછી એક પણ વિસ્ફોટ કર્યો નથી : પાકિસ્તાનના અધિકારીએ કરેલી સ્પષ્ટતા
નવી દિલ્હી : પાકિસ્તાનના એક વરિષ્ટ અધિકારીએ કહ્યું હતું કે, 'પાકિસ્તાન પરમાણુ બોમ્બ પ્રયોગો શરૂ કરનાર પહેલું રાષ્ટ્ર નહીં બની રહે.'
થોડા દિવસ પૂર્વે ડોનાલ્ડ ટ્રમ્પે એવો આક્ષેપ કર્યો હતો કે એક દક્ષિણ એશિયાઈ દેશ ગુપ્ત રીતે પરમાણુ બોમ્બ પ્રયોગો કરી રહ્યું છે.
આ પછી સીબીએસ ન્યૂઝને આપેલી મુલાકાતમાં એ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, 'પાકિસ્તાને સૌથી પહેલો પરમાણુ બોમ્બ વિસ્ફોટ ફરી કર્યો નથી, કરવાનું પણ નથી.'
રવિવારે ટ્રમ્પે એવો આક્ષેપ કર્યો હતો કે, 'રશિયા, ચાયના, ઉત્તર કોરિયા અને પાકિસ્તાને દુનિયાથી અજ્ઞાાત રહે તેવા ભૂગર્ભ પરમાણુ બોમ્બ પ્રયોગો કર્યા છે. તેની જનતાને કે અમેરિકાને કે વિશ્વભરને માહિતી જ મળી શકી ન હતી.
આમ છતાં ફરી પરમાણુ બોમ્બ પરીક્ષણ ચાલુ કરવાનો રશિયા, ચાયના, ઉ.કોરિયા, અને પાકિસ્તાન પર આક્ષેપો મુક્યા હતા તે પૈકી પાકિસ્તાને આ આક્ષેપોને રદિયો આપ્યો હતો.' આમ છતાં ટ્રમ્પે ફરી ભારપૂર્વક કહ્યું હતું કે તે બધા કંઈ બહાર જઈ દુનિયાને કહેતા નથી કે અમે પરમાણુ બોમ્બ વિસ્ફોટ કર્યો છે. બીજી તરફ તે વિસ્ફોટો ભૂગર્ભમાં થતાં હોવાથી બહાર ખબર પણ ન પડે. માત્ર જમીન પર થોડી ધુ્રજારી લાગે.
અમેરિકા તો કોમ્પ્રીહેન્સીવ ટેસ્ટ બીન ટ્રીટીમાં ૧૯૯૬થી જોડાયેલું છે. આ સંધિ પરમાણુ બોમ્બ વિસ્ફોટ રોકવા ઘડાઈ હતી. તે પછી ઉત્તર કોરિયા જ એક એવો દેશ છે કે જે તે સંધિની અવહેલના કરી પરમાણુ બોમ્બ પ્રયોગો કરી રહ્યો છે.
પાકિસ્તાને આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી છતાં ૧૯૯૮ પછી તેણે પરમાણુ વિસ્ફોટ કર્યા નથી તેમ તે અધિકારીનું કહેવું હતું.


