Get The App

દુનિયાને 150 વખત નાશ કરી શકે તેટલા પરમાણુ શસ્ત્રો અમારી પાસે છે : ટ્રમ્પ

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
દુનિયાને 150 વખત નાશ કરી શકે તેટલા પરમાણુ શસ્ત્રો અમારી પાસે છે : ટ્રમ્પ 1 - image

- અમેરિકાનો વિશાળ પરમાણુ શસ્ત્ર ભંડાર

- રશિયા પાસે પુષ્કળ પરમાણુ શસ્ત્રો છે, ચીન પાસે પણ ઘણા છે આથી તો મેં પરમાણુ શસ્ત્ર પ્રયોગનો આદેશ આપ્યો : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન : ફરી પરમાણુ બોંબ પ્રયોગો શરૂ કરવાનો પ્રમુખ ટ્રમ્પે આદેશ આપ્યો છે. તેનું કારણ જણાવતાં કહ્યું છે કે રશિયા અને ચીન પાસે પણ ઘણા જ પરમાણુ શસ્ત્ર હોવાથી આ આદેશ આપવો પડયો છે.

સીબીએસના કાર્યક્રમ ૬૦-મિનિટમાં આપેલી મુલાકાત દરમિયાન પ્રમુખે કહ્યું હતું કે, રશિયા અને ચાયના બંને પરમાણુ શસ્ત્ર પ્રયોગો કરતાં જ રહે છે, પરંતુ તે જાહેર કરતા નથી. જો કે, આપણી પાસે દુનિયાના કોઈ પણ દેશ કરતાં વધુ પરમાણુ શસ્ત્રો છે, છતાં મને લાગે છે કે આપણે કશું કરવું જોઈએ.

આમ કહેતાં પ્રમુખે જણાવ્યું હતું કે દુનિયાને ૧૫૦ વખત નાશ કરી શકે તેટલા પરમાણુ શસ્ત્રો આપણી પાસે છે. અમેરિકા કંઈ એક માત્ર દેશ નથી કે જે પરમાણુ શસ્ત્ર પ્રયોગ કરનારૃં છે, રશિયા અને ચાયના પણ પરમાણુ શસ્ત્રના પ્રયોગો (ભૂગર્ભમાં) કરી રહ્યાં છે, પરંતુ તેઓ તે જાહેર કરતા નથી. પરંતુ આપણી પાસે તેમને પહોંચી વળે તેવા પરમાણુ તથા અન્ય શસ્ત્રત્રો છે.

અહીં અમેરિકાના શસ્ત્ર ભંડારની યાદી આપવામાં આવી છે : તેમજ આઇ.સી.બી.એસ.ની પણ યાદી આપવામાં આવી છે.

LGM - 30G -મિનિટમને - (૧૨મો બેક) :

અત્યારે અમેરિકા પાસે આવી ૪૦૦ મિસાઇલ્સ છે. જે વ્યોનિંગ મોન્ટાના અને નોર્થ ડેકોટામાં સિવોઝ (મિસાઇલ) સમયના નળાકારો ત્યાં રખાયા છે. તે પરમાણુ શસ્ત્ર વહી શકે તેવા વોર હેડઝ ધરાવે છે. (ડબલ્યુ-૭૮, ડબલ્યુ-૮૭) તેની પ્રહાર મર્યાદા ૧૩૦૦૦ કીમિ છે. (આશરે ૮૦૦૦ માઈલ)

(૧) ગ્રાઉન્ડ બેઝડ સ્ટ્રેટેજિક ડીટેરન્ટ (જીબીએસડી) :

૨૦૨૯માં મિનિટ-મેન- III, જૂના થઈ જશે તેથી તેનું સ્થાન લેવાના હેતુથી આ જીબીએસડી મિસાઇલ્સ વિકસાવ્યા છે.

(૨) સી-બેઝડ : સબમરિન લો- ૪૫ બેલાસ્ટિક મિસાઇલ્સ (એસએલબીએમસ)

ઓહાયો - ડલાસ સબમરીન્સ ટ્રાઈડન્ટ II ડીમ મિસાઇલ્સ છે.

અમેરિકા પાસે ઓહાયો કવાક ૧૪ ન્યુકિલયર સબમરીન છે. તે દરેક આવા ૨૦ મિસાઇલ્સ લઈ જઈ શકે તેમ છે. તે દરેક મિસાઇલ સ્વતંત્ર રીતે જ મલ્ટીપલ ઇન્ડીપેન્ડન્ટલી ટાર્ગેટસ, રી-એન્ટ્રી વ્હીકલ્સમાંથી વહેતા મુકી શકાય તેમ છે. તેની રેન્જ ૧૨૦૦૦ કિ.મી. (૭૪૫૬) માઇલની છે.

(૩) કોલંબિયા કવાસ સબમરીન્સ આ નવી સબમરીન ૨૦૩૦માં ઓહાયો કવાસથી સબમરીન્સના સ્થાને મુકાશે.

(૪) બી.પર સ્ટ્રેટેજિક બોંબ્બર્સ અને ગ્રેવિટી બોમ્બ :

આવા બોંબ્બર્સના અમેરિકા પાસે ફલીટચ છે : તે પરમાણુ શસ્ત્રો લઈ જઈ શકે તેવા છે. ટોબિટી બોમ્બ પણ લઈ જઈ શકે તેવા છે. તેમજ એસ-બોન્ડસ ક્રૂઝ મિસાઈલ્સ ધરાવે છે.

(૫) B-2 સ્પિરિટ સ્ટીબ્ધ સ્ટ્રેટેજિક બોમ્બર્સ શત્રુ દળની ઉપર ગ્રેવિટી બોંબ વરસાવી શકે તેમ છે.

(૬) B-21, આ પણ ઉપર જણાવ્યા જેવા પ્રબળ યુદ્ધ વિમાનો છે તે ગુપ્ત રહી શકે છે. B-52 નું સ્થાન લેશે.

(૭) B-21 રેઇડઝ વોન્ગ રેન્જ યુદ્ધ વિમાનો છે.

(૮) B-61 અતિ પ્રબળ યુદ્ધ વિમાન છે, તે પણ એ બોંબ લઇ જઇ શકે તેવા છે. તે નાટો-બેઈઝ પર રખાયા છે.

ટુંકમાં સંભવત: અમેરિકા મહા યુદ્ધની તૈયારી કરી રહ્યું હોય તેમ લાગે છે.