World

'અમે મરવા નથી માગતા, અમને બચાવી લો' હોમર્ઝમાં ફસાયેલા 20 હજાર નાગરિકોનો આર્તનાદ

By GS TEAM
1 Apr 20262 mins read
'અમે મરવા નથી માગતા, અમને બચાવી લો' હોમર્ઝમાં ફસાયેલા 20 હજાર નાગરિકોનો આર્તનાદ

- છેલ્લા એક મહિનાથી હોમર્ઝ સ્ટ્રેઈટસમાં ફસાયેલા 3000 જહાજો પરના નાવિકો પાસે રેશન અને પાણી પણ ખૂટી રહ્યાં છે

નવી દિલ્હી : છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા મધ્ય પૂર્વ યુધ્ધમાં ૩૦૦૦ જહાજો હોમર્ઝ સ્ટ્રેઇટસમાં ફસાઈ ગયા છે અને તે પર રહેલા ૨૦,૦૦૦ નાગરિકો સમક્ષ હવે ખાધા-ખોરાકી અને પીવાનું પાણી પણ ખૂટી જવા ઉપર છે. આ નાગરિકો ઉપર દરેક ક્ષણે મોતની તલવાર લટકતી રહી છે. એક તરફ નિશાન ચૂકી ગયેલું મિસાઇલ પડવાની ભીતિ છે તો બીજી તરફ ખાધાન્ન તથા પેય જળ પણ ખૂટી રહ્યાં છે. તેથી તેઓ સેવ-અવર સોલ્સના મેસેજ સાથે પોતાની મુશ્કેલીઓ તે જહાજો પર પહોંચે તેમ પત્રકારોને જણાવે છે.

ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ વર્ક્સ ફેડરેશન (આઈટીએફ) ની એક નાસિક સપોર્ટ ટીમ પણ છે. જે સમુદ્રમાં જઈ રહેલા જહાજોમાં રહેલા નાવિકોને સહાય કરે છે.

આ આઇટીએફના સંચાલકોએ જણાવ્યું હતું કે ૨૮મી ફેબુ્રઆરીએ યુદ્ધ શરૂ થયું પછી હોમર્ઝ અને આસપાસના વિસ્તારોમાં ફસાયેલા નાવિકોના અમને ૧૦૦૦થી વધુ ઇ-મેઇલ અને મેસેજીસ મળ્યા છે.

ન્યૂઝ એજન્સી એએફપીનો રીપોર્ટ જણાવે છે કે કેટલાક નાવિકો તેમ પૂછે છે કે, યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં જહાજ ચલાવવાનો અધિકાર જ કેટલો છે ? તેમ છતાં જહાજો ત્યાં લઈ જવામાં અને અમે ફસાઈ ગયા છીએ. તે સાથે વહેતા મુકાયેલા વીડીયોમાં જહાજોની બાજુમાં બોમ્પ પડતા પણ દેખાય છે. આ અંગે ઇરાન અને દુનિયા વચ્ચે સંકલન સાધી રહેલા આઇટીએફ નેટવર્કના કો-ઓર્ડીનેટર મહોમ્મદ અરરાચેડીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ત્યાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. ત્યાં દરેક બાજુએ ડરનો માહોલ પ્રસરી રહ્યો છે.